Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેરવાણ ગામે એસએમસી દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર મોટો દરોડો.:એસએમસીના દરોડામાં 9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સાથે રૂ. 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો.

    22 hours ago

    ​સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાં ધમધમતા ગેરકાયદે દેશી દારૂના કારખાના પર રેડ પાડવામાં આવી હતી.એસએમસીના રાયડિંગ ઓફિસર જે.એચ. સિસોદિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ તવાઈમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. ​આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 642 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 1,28,400), 9000 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ (કિંમત રૂ. 2,25,250), 3 ફિટર મશીન (કિંમત રૂ. 17,000), 1 વાહન (કિંમત રૂ. 1,00,000), 40 ગોળના કેન (કિંમત રૂ. 60,000) તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ. 5,45,550/- નો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી મુખ્ય આરોપી અને ભઠ્ઠીના સંચાલક ભુપતસિંહ ઓઘડભાઈ ભાટી (ઉં.વ. 44, રહે. ડેરવાન) ને ઝડપી પાડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ​આ કેસમાં અન્ય ચાર આરોપીઓ મહેન્દ્રસિંહ જોધુબાઈ ગોહિલ, સુજીત સુમરા, મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાસ્તાભાઈ ભાટી અને ઇકો કારના માલિક વોન્ટેડ જાહેર થયા છે. મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ગોહિલ અગાઉથી જ લિસ્ટેડ છે. એસએમસીની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં અકસ્માતમાં ઘાયલ બાળકીને પોલીસે મદદ કરી:108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં સારવાર કરાવી, પરિવારે કામગીરી બિરદાવી
    Next Article
    ફાયર NOC વગર જીગરદાન ગઢવીના ગરબા કોના આશીર્વાદથી યોજાયા?:3 હજાર લોકો ગરબે ઘૂમ્યા ત્યારે પોલીસ-ફાયર વિભાગ ક્યાં હતું; 'સાચી નવરાત્રિ'ના આયોજકો પર કાર્યવાહી થશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment