Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયર NOC વગર જીગરદાન ગઢવીના ગરબા કોના આશીર્વાદથી યોજાયા?:3 હજાર લોકો ગરબે ઘૂમ્યા ત્યારે પોલીસ-ફાયર વિભાગ ક્યાં હતું; 'સાચી નવરાત્રિ'ના આયોજકો પર કાર્યવાહી થશે?

    22 hours ago

    અમદાવાદના ન્યુ સાયન્સ સિટી રોડ ઉપર જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' નામથી ફાયર એનઓસી વિના ગરબા યોજાયા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી અને એડિશનલ ચીફ ઓફિસર જયેશ ખડીયા સહિતના અધિકારીઓ સાચી નવરાત્રિ ખાતે તપાસ કરવા માટે પહોંચ્યા છે. ગઈકાલે (11 ઓક્ટોબર) સાંજે 4 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ અને સોલા પોલીસ સહિતની ટીમો પણ સ્થળ ઉપર તપાસ કરવા માટે પહોંચી હતી, પરંતુ નિયમ મુજબ કામગીરી પૂરી કરવામાં આવી નહોતી, જેના પગલે ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં ન આવી. ફાયર એનઓસી ન હોય ત્યાં સુધી પોલીસ દ્વારા પણ મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે ફાયર વિભાગ અને શહેર પોલીસની મંજૂરી વિના જ પહેલા નોરતે જીગરદાનના ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં અંદાજે 3થી 4 હજાર લોકો ગરબા રમવા આવ્યા હતાં. આજે સવારે 11.30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    ડેરવાણ ગામે એસએમસી દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર મોટો દરોડો.:એસએમસીના દરોડામાં 9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સાથે રૂ. 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો.
    Next Article
    નવસારીના અડાદા ગામે SMCનો દરોડો:દારૂના કટિંગનું નેટવર્ક ઝડપાયું, 12.75 લાખનો મુદ્દામાલ જપ્ત; 2ની ધરપકડ અને દમણના 5 સપ્લાયર વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment