Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના 9 જિલ્લામાં વરસાદની આગાહી:ગુજરાતના પાડોશમાં ચોમાસાએ દસ્તક દીધી, અમદાવાદ-રાજકોટમાં આજે ગરમીનો પારો 41.9°C પર પહોંચ્યો

    1 week ago

    હવામાન વિભાગે આજે 7 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. જોકે બીજી તરફ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે, જેથી અમદાવાદીઓએ અસહ્ય તાપ વચ્ચે હજુ થોડી રાહ જોવી પડશે. અમદાવાદમાં અને રાજકોટમાં આજે ગરમીનો પારો 41.9 ડિગ્રી પર પહોંચ્યો હતો. '13 જૂન દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી' હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. બીજી તરફ, ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ(13 જૂન સુધી) દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં ગરમીની સ્થિતિ હજુ યથાવત રહેશે, જોકે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લોકોને આંશિક રાહત મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આખુ અઠવાડિયું વરસાદી માહોલ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં (ડાંગ, તાપી, નવસારી, વલસાડ) આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ યથાવત્ રહેશે. અગાઉના દિવસોમાં આપવામાં આવેલી 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડાની ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે. જોકે, પ્રી-મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે. 13 જૂન સુધી વરસાદની આગાહી 8, 9 અને 10 જૂને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણ સૂકું રહેશે. જ્યારે 11-12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદી ઝાપટાંની સંભાવના છે. 12-13 જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 5 દિવસમાં ચોમાસું છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધશે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની રફતાર ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 6 જૂનના રોજ ગોવાને સંપૂર્ણ પાર કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. આ ઉપરાંત તે તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને મિઝોરમ-મણિપુર સુધી પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલ નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 6નાં મોત, એમપી-રાજસ્થાનમાં વાવાઝોડું-વરસાદ દેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત દક્ષિણી અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થયો. બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં ચાર લોકોના અને ઝારખંડમાં 2 લોકોના વીજળી પડવાથી મોત થયા. એમપીના 4 જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. શાજાપુરમાં કરા પડ્યા. નર્મદાપુરમ જિલ્લામાં બોયઝ હોસ્ટેલની છત પર ઝાડ પડ્યું. રાજસ્થાનના બીકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા. શ્રીડુંગરગઢમાં વેરહાઉસનો ટીનશેડ અને કોટપુતલી-બહરોડમાં તંબુ ઉડી ગયો. યુપીના મઉ અને ગાઝીપુરમાં શનિવારે 50kmphની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદ થયો. ગોરખપુરમાં પણ ધૂળભરી આંધી ચાલી. કેરળના ત્રિશૂરમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું. આ તરફ, શનિવારે ચોમાસું ગોવા પાર કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના શહેર દેવગઢ પહોંચી ગયું. ઉત્તરપૂર્વના મિઝોરમ અને મણિપુરમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે દિવસમાં તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના બાકીના ભાગો સાથે તેલંગાણા અને ઉત્તરપૂર્વના અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ભારતના IT પ્રોફેશનલની હત્યા:હુમલાખોરોએ ફેક પિઝા ઓર્ડર આપીને બોલાવ્યો, પછી માથામાં ગોળી મારી
    Next Article
    વરસાદને લઈને નવી આગાહી:તમારું મોત, તમારી જવાબદારી; AMCની વિચિત્ર ચેતવણી, ઝેરી ગેસની અસરથી ચાર શ્રમિકોના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment