Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો હાઉસફુલ:9 દિવસમાં 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, દ્વારકામાં 128.8%નો રેકોર્ડબ્રેક વધારો

    एक दिन पहले

    દિવાળીના તહેવારોમાં ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પ્રવાસીઓથી ઉભરાયાં હતાં. રાજ્યનાં 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ માત્ર 9 દિવસમાં 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં 128.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે નડાબેટમાં 54.1 ટકા, અંબાજીમાં 48.9 ટકા અને સોમનાથમાં 43.9 ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન દિવાળીના 9 દિવસમાં ગુજરાતનાં મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસન સ્થળો પર વિકસાવવામાં આવેલી સુવિધાઓને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયાનો સરકારનો દાવો છે. દ્વારકામાં સૌથી વધુ 128.8 ટકાનો વધારો પ્રવાસીઓની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો દ્વારકામાં નોંધાયો છે. દ્વારકા મંદિરમાં 9.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ગત વર્ષની સરખામણીએ અહીં 128.8 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં 48.9 ટકાનો વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરમાં 9.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષ કરતાં 43.9 ટકા વધુ છે. આમ, દિવાળીના વેકેશનમાં ગુજરાતનાં ત્રણ મુખ્ય યાત્રાધામોમાં જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી નડાબેટ સુધી પ્રવાસીઓનો ધસારો ધાર્મિક સ્થળોની સાથે ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ અહીં 32.35 ટકાનો વધારો થયો છે. સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે 37 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં પ્રવાસીઓની સંખ્યામાં 54.1 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ગિરનાર રોપ-વે ખાતે 48,800થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે ગત વર્ષ કરતાં 25.3 ટકા વધુ છે. પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનો નવો રેકોર્ડ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, પ્રવાસન સ્થળો પર માળખાકીય સુવિધાઓમાં વધારો, આધુનિક સુવિધાઓ અને પ્રવાસીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓના પરિણામે આ સફળતા મળી છે. ધાર્મિક પ્રવાસન ઉપરાંત હેરિટેજ, પ્રાકૃતિક અને સરહદી પ્રવાસન સ્થળો તરફ પણ પ્રવાસીઓનો રસ વધ્યો હોવાનું આ આંકડા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં મહિલાઓ માટે શૌચાલયની સુવિધા:19 સ્થળોએ પિંક ટોયલેટ બનાવવામાં આવશે, બેબી ફીડિંગ રૂમ- ડાયપર ચેન્જિંગ રૂમ સહિતની સુવિધા હશે
    Next Article
    ઓડિશાના કારીગરોની સંગતે ગાંજાની લત લાગી, બેરોજગાર થતાં પેડલર બન્યો:સુરત પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 23 વર્ષીય અરબાઝ અંસારી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment