Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિશાના કારીગરોની સંગતે ગાંજાની લત લાગી, બેરોજગાર થતાં પેડલર બન્યો:સુરત પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 23 વર્ષીય અરબાઝ અંસારી ઝડપાયો

    एक दिन पहले

    શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘NO DRUGS IN SURAT’ અભિયાન હેઠળ ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે. ચોકબજાર સર્વેલન્સ ટીમે બાતમીના આધારે 17 નવેમ્બરના રોજ ફૂલવાડી ભરીમાતા રોડ પર સુલેમાની મસ્જિદ પાસે આવેલી રેલ રાહત કોલોનીના પ્લોટ નંબર-261ના પહેલા માળે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે મૂળ બિહારના સારણ જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા 23 વર્ષીય અરબાઝ હુશૈન નિમાઝુદ્દીન અંસારીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરમાંથી 2.065 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 1,03,250 આંકવામાં આવી છે. ઓડિશાના કારીગરો સાથે ગાંજો પીવાની લત લાગી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, આરોપી અરબાઝ અગાઉ સુરતના એક સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતા ઓડિશાના અન્ય કારીગરોની સંગતમાં આવીને તેને ગાંજો પીવાની લત લાગી હતી. જોકે, થોડા સમય પહેલાં સંચા ખાતામાંથી તેની નોકરી છૂટી જતાં તે બેરોજગાર બન્યો હતો અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો હતો. સરળ કમાણીની લાલચમાં ગેરકાયદે વેપલો શરૂ કર્યો આર્થિક સંકડામણ વચ્ચે ટૂંકા ગાળામાં અને સરળતાથી પૈસા કમાઈ લેવાની લાલચમાં અરબાઝે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું હતું. હાલ ચોકબજાર પોલીસે રૂ. 1.03 લાખનો ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(B)(II)(B) અને 29 મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી આ ગાંજો ક્યાંથી લાવતો હતો અને સુરતમાં કોને સપ્લાય કરતો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો હાઉસફુલ:9 દિવસમાં 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, દ્વારકામાં 128.8%નો રેકોર્ડબ્રેક વધારો
    Next Article
    રાજકોટ શહેર પોલીસમાં બદલીઓનો દોર યથાવત:લાંબા સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા વધુ 18 પોલીસ કર્મીની આંતરિક બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment