Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 9 મિનિટનો વિડીયો બનાવી યુવકનો આપઘાત:બીલીમોરાના ગૌહરબાગમાં 28 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું, વિડીયોમાં પોલીસકર્મી સહિત 5 લોકોના ત્રાસનો ઉલ્લેખ

    1 day ago

    નવસારી જિલ્લાના બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 28 વર્ષીય ચિરાગ મિસ્ત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે. આપઘાત કરતા પહેલાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રૂપમાં 9 મિનિટનો વીડિયો કર્યો વાયરલ પ્રાથમિક માહિતી મુજબ, ચિરાગ મિસ્ત્રીએ અંતિમ પગલું ભરતા પહેલાં વોટ્સએપ ગ્રૂપમાં લગભગ 9 મિનિટનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે માનસિક ત્રાસ અંગે વાત કરી હતી તેમજ 4થી 5 વ્યક્તિઓના નામ લઈને તેમના સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જૂના બંધ મકાનમાંથી મૃતદેહ મળ્યો, ઝેરી દવાની બોટલ પણ મળી ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લીમડા ચોક વિસ્તારમાં આવેલા એક જૂના બંધ મકાનમાંથી ચિરાગનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતદેહની નજીકથી ઝેરી દવાની ખાલી બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે યુવાને આપઘાત પહેલાં અન્ય કોઈ પ્રયાસ કર્યો હતો કે કેમ તે સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયો બન્યો તપાસનો મહત્વનો આધાર બીલીમોરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આપઘાત પહેલાં વાયરલ કરાયેલા વીડિયોને તપાસમાં મહત્વના પુરાવા તરીકે લેવામાં આવ્યો છે. વીડિયોમાં જેમના નામ લેવામાં આવ્યા છે, તેમની ભૂમિકા અંગે પોલીસ પૂછપરછ કરશે અને તમામ હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લમણે ગોળી મારી 22 વર્ષીય યુવકનો આપઘાતનો પ્રયાસ:વડોદરાના મંજુસર નજીકની લામડાપુરા કેનાલ પાસે કણસતો મળ્યો; હાલત ગંભીર
    Next Article
    ભકતોની એન્ટ્રી મોરલીધર પોળથી થતી હોવાથી ખાસ આયોજન:રાયપુરમાં રથયાત્રાનો રૂટ નથી છતાં 800 કિલો ખીચડીનો પ્રસાદ બને છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment