Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની એટ્રોસિટી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:જાળીલાના પૂર્વ ઉપસરપંચ હત્યા કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ; 2019માં પૂર્વઆયોજિત કાવતરું રચી હત્યા કરાઈ હતી

    10 hours ago

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકી હત્યા કેસમાં બોટાદની બીજા એડિશનલ એન્ડ સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કેસમાં સંડોવાયેલા તમામ નવ આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. છ વર્ષથી વધુ સમય બાદ આવેલા કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદાને મૃતકના પુત્ર સહિતના પરિવારજનોએ આવકારીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. 2019માં કારથી ટક્કર મારી કરી હતી હત્યા કેસની મળતી વિગતો મુજબ 19 જૂન 2019ના રોજ જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની પૂર્વઆયોજિત કાવતરું રચીને ગંભીર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવત તેમજ અગાઉના કોર્ટ કેસોમાં સમાધાન ન કરવાના મુદ્દે આરોપીઓએ મારુતિ ઝેન કારથી મનજીભાઈની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ લાકડીઓ અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો આચર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા મનજીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 41 સાક્ષીઓ અને 141થી વધુ પુરાવાઓ રજૂ કરાયા આ બહુચર્ચિત કેસની લાંબી કાનૂની કાર્યવાહી દરમિયાન સરકારી પક્ષ દ્વારા 41 જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 141થી વધુ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને કોર્ટે કાવતરું રચવા અને હત્યા આચરવાના ગુનાને સાબિત માન્યો હતો. તમામ 9 આરોપીઓને આજીવન કેદ અને દંડ તમામ પુરાવાઓની ગહન ચકાસણી બાદ એટ્રોસિટી કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302, 120(B) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ નવ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે તમામ 9 કસૂરવારોને આજીવન કેદની સજાની સાથે પ્રત્યેક આરોપીને ₹5,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલ્લભ વિદ્યાનગરમાં સંઘનો 100મો બૌદ્ધિક વર્ગ યોજાયો:‘સાવધાન! વિખંડનકારી વોકેઈઝમથી’ વિષય પર ‘સાધના’ના તંત્રી ભાનુભાઈ ચૌહાણે વક્તવ્ય આપ્યું
    Next Article
    માસિક 2 ટકા વળતરની લાલચ આપી ₹20 કરોડનું કથિત કૌભાંડ:ઉનાના દેલવાડાની નિધી ક્રેડિટ સોસાયટીની મહિલા ચેરમેન સહિત બે સામે ફરિયાદ, રાજલ બારોટની પીડિતો સાથે પોલીસને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment