Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરની મોબાઈલ દુકાનમાંથી 9 ફોન ચોરાયા:છતનાં પતરા ખોલીને ઘૂસેલા અજાણ્યા શખ્સે આઈફોન અને સેમસંગ સહિતના રૂ. 1.80 લાખના ફોન ચોર્યા

    17 hours ago

    રાધનપુર બસ સ્ટેશન પાસે આવેલી ‘રાધનપુર મોબાઈલ પોઈન્ટ’ દુકાનની છતનાં પતરા ખોલીને અંદર ઘૂસેલા અજાણ્યા શખ્સે 9 મોબાઈલ ફોન ચોર્યા. ચોરાયેલા ફોનની કિંમત રૂ. 1.80 લાખ છે. આ મામલે રાધનપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરના મીંરા દરવાજા વિસ્તારમાં રહેતા 25 વર્ષના મોઈનભાઈ અમીનભાઈ રહેમાનભાઈ ઘાંચી આ દુકાન ચલાવે છે. 28 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. 29 ઓક્ટોબરે સવારે આશરે 10 વાગ્યે દુકાનના કર્મચારી શેખ ઈરફાનભાઈ દીનમહમદ દુકાન ખોલવા પહોંચ્યા હતા. અંદર તપાસ કરતાં તેમને છતનાં પતરા ખુલ્લાં દેખાયાં. તેમણે ફોન કરીને મોઈનભાઈને ચોરીની જાણ કરી હતી. મોઈનભાઈએ સ્થળ પર પહોંચીને તપાસ કરતાં છતનાં પતરાના બોલ્ટ ખુલ્લા અને અંદરની સીલિંગ તૂટેલી જોવા મળી હતી. કાઉન્ટરમાં વેચાણ માટે રાખેલા નવા અને સેકન્ડ હેન્ડ ફોન પણ ગાયબ હતા. ચોરાયેલા ફોનમાં આઈફોન 14 પ્રો મેક્સના 2, આઈફોન 15 (256 GB)નો 1, આઈફોન 12 (256 GB)નો 1, આઈફોન 13 (256 GB)ના 2, આઈફોન 13નો 1, સેમસંગ એસ 24 અલ્ટ્રાનો 1 અને વિવો વાય 11નો 1 ફોન સામેલ છે. કુલ 9 ફોનની અંદાજિત કિંમત રૂ. 1.80 લાખ છે. મોઈનભાઈ ઘાંચીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 305, 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી માટે ગોધરા એસટી વિભાગ 100થી વધુ વધારાની બસો દોડાવશે:7 ડેપોમાંથી 550 ટ્રિપનું આયોજન, વતનમાં જતા મુસાફરોને રાહત
    Next Article
    'મોદી સાહેબ તમે ના આવો, બધા હેરાન થાય છે':PMના કાર્યક્રમમાં જઈ રહેલા વડોદરાના કોટંબીના સરપંચની અટકાયત, વીડિયો બનાવી સરપંચે હૈયાવરાળ ઠાલવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment