Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી માટે ગોધરા એસટી વિભાગ 100થી વધુ વધારાની બસો દોડાવશે:7 ડેપોમાંથી 550 ટ્રિપનું આયોજન, વતનમાં જતા મુસાફરોને રાહત

    18 hours ago

    દિવાળીના તહેવાર દરમિયાન વતન જતા મુસાફરો માટે ગોધરા એસટી વિભાગ 100થી વધુ વધારાની બસો દોડાવશે. વિભાગે 7 ડેપોમાંથી કુલ 550 ટ્રિપનું આયોજન કર્યું છે. સુરત, રાજકોટ, કચ્છ અને અમદાવાદ સહિતનાં શહેરોમાંથી વતન જતા મુસાફરોને બસ સેવા મળી રહે તે માટે આ આયોજન કરાયું છે. દરેક ડેપો માટે ટ્રિપની ફાળવણી પણ કરવામાં આવી છે. ડેપો પ્રમાણે ટ્રિપની સંખ્યા જોઈએ તો દાહોદ 110, ઝાલોદ 70, લુણાવાડા 80, સંતરામપુર 80, ગોધરા 90, હાલોલ 70 અને બારીયા 50 મળી કુલ 550 ટ્રિપ થશે. રોજગાર કે અભ્યાસ માટે શહેરોમાં રહેતા લોકો દિવાળીએ વતન જતા હોવાથી એસટી વિભાગે તમામ રૂટ પર સમયસર બસ સેવા માટે તૈયારી કરી છે. ડેપો મેનેજરો અને વિભાગીય પરિવહન અધિકારીઓની દેખરેખ હેઠળ બસો દોડાવાશે.
    Click here to Read More
    Previous Article
    કારની ટક્કરથી વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ:ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રન, CCTVમાં ઘટના કેદ; રાજકોટની હોસ્પિટલમાં દાખલ
    Next Article
    રાધનપુરની મોબાઈલ દુકાનમાંથી 9 ફોન ચોરાયા:છતનાં પતરા ખોલીને ઘૂસેલા અજાણ્યા શખ્સે આઈફોન અને સેમસંગ સહિતના રૂ. 1.80 લાખના ફોન ચોર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment