Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર:ભાવનગરમાં રૂ. 21.37 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

    2 days ago

    ભાવનગર શહેરમાં બેંક ખાતા ભાડે રાખી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન દ્વારા સાયબર ફ્રોડ આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગના 9 સાગરીતોને પોલીસે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતા, અદાલતે વધુ 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘટનાની વિગત ભાવનગરમાં દશરથ રામજીભાઈ ધાંધલ્યા નામના શખસે એક સંગઠિત ટોળકી રચી હતી. આ ગેંગે શહેરના જુદા-જુદા 134 વ્યક્તિના બેંક ખાતા ભાડેથી અથવા કમિશન આપીને મેળવ્યા હતા. આ ખાતાઓમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા અંદાજે ₹21,37,22,197 (21.37 કરોડ)થી વધુની રકમના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. આ નાણાં ચેક કે એટીએમ (ATM) મારફતે ઉપાડીને સગેવગે કરી નાખવામાં આવતા બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ગુજસીટોકનો ઉમેરો અને કાયદેસરની કાર્યવાહી તપાસ દરમિયાન આ એક સંગઠિત આર્થિક ગુનો હોવાનું બહાર આવતા, પોલીસે સામાન્ય ફરિયાદમાં 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ' (GCTOC)ની કલમોનો ઉમેરો કર્યો હતો. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 317(2), 317(4), 61(2) અને GCTOC એક્ટ 2015ની કલમ 3(1), 3(2), 3(4), 3(5) મુજબ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓના નામ કોર્ટ કાર્યવાહી પોલીસે અગાઉ મેળવેલા બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગતરોજ તમામ 9 આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વધુ તપાસ માટે 18 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 12 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધારની શોધખોળ કરવા તજવીજ હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો:ઉભરાતી ગટરો, બિસ્માર રસ્તાઓથી રહીશો ત્રાહિમામ્; ચૂંટણી બહિષ્કારની ચીમકી- સુવિધા આપો નહીંતર મત ભૂલી જજો
    Next Article
    કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા:વડોદરામાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે મકાનની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment