Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા:વડોદરામાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે મકાનની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ, મોટી જાનહાનિ ટળી

    2 days ago

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી હતી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે જે પી રોડ પોલીસ ઘટના દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે. મળતી માહિતી મુજબ, જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન નાજાભાઈએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 112 જનરક્ષક ટીમમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન ઇવેન્ટ નંબર તેમની ટીમ અકોટા પ્રોડક્ટિવિટી રોડ સ્થિત અક્ષરધામ સોસાયટી ખાતે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સોસાયટીના મકાન નં. A-11ની દીવાલ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારના સ્ટીયરિંગ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેના મોઢામાંથી દારૂ જેવી વાસ આવતી હતી. સંદિગ્ધ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પંચોના હાજરમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સચીન રાજેન્દ્રભાઈ કશ્યપ (ઉંમર 25, રહેવાસી વાસણા ભાયલી રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની કાર કબજે કરી છે અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક ​શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, આ અક્ષરધામ સોસાયટી છે, જે અકોટા ગાર્ડન પાસે આવેલી છે. આજે સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કુદાવીને આ બાજુ આવી ગયો હતો. બધાનું કહેવું એવું છે કે તે પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું. પોલીસ તે એક શખ્સને પકડી ગઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘરની આખી દીવાલ તૂટી ગઈ છે. દીવાલ તો ફરી બની જશે, પણ કોઈ જાનહાનિ નથી થઈ તે મોટી વાત છે. સવારના સમયે આ રોડ પર ચાલવા નીકળતા લોકોની ભીડ બહુ હોય છે. ચાલનારા લોકોના જણાવ્યા મુજબ 5-6 જણા તો માંડ બચ્યા છે. ​
    Click here to Read More
    Previous Article
    9 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર:ભાવનગરમાં રૂ. 21.37 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
    Next Article
    'Mahabharata-Like Battle': Why Top Court Used Special Power In Divorce Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment