Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રીક્ષા ચાલક પર હુમલો કરનારા 3 ઝડપાયા:જૂની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કર્યાનું સામે આવ્યું

    17 hours ago

    વલસાડ રેલવે સ્ટેશન નજીક એક રીક્ષા ચાલક પર જૂની અદાવતને કારણે હુમલો થયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વલસાડના કોસંબા રોડ સ્થિત મુસ્તાકનગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરીયા વલસાડ રેલવે સ્ટેશન પર રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ઘટનાના દિવસે તેઓ શિવનેરી ચાહવાળા પાસે પોતાની રીક્ષા લઈને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે તેમના સગા સંબંધીઓ સઈદ ઉર્ફે છન્નુ હુસૈન ભુરીયા, અર્શદ ઉર્ફે નવ્વાણુ સઈદ હુસૈન ભુરીયા અને સુફિયાન સઈદ હુસૈન ભુરીયા ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ જૂની અદાવતને લઈને રીક્ષા ચાલક સુલતાન ભુરીયા સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ પાવડાના દંડા તેમજ ઢીક્કા-મુક્કી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સુલતાન ભુરીયાને માથા, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં ₹1.15 લાખનો દારૂ ઝડપાયો:દારૂનો જથ્થો અને કાર જપ્ત, એક આરોપીની ધરપકડ
    Next Article
    ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં ઘટસ્ફોટ, રાત્રે 3 વાગે ઉઠક-બેઠક કરાવતા:4 મહિનાથી ત્રાસ આપતા, એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા; 7 સિનિયર ડોક્ટર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment