Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ રાજપૂત કન્યા છાત્રાલયમાં દીકરીઓનો તલવાર રાસ:શૌર્ય, શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ બની આકર્ષણનું કેન્દ્ર બન્યો

    16 hours ago

    સુરેન્દ્રનગરના વઢવાણમાં રાજપૂત કન્યા છાત્રાલયમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીં આધુનિકતાથી દૂર રહીને પરંપરાગત ગરબાની રમઝટ બોલાવાય છે. દીકરીઓ દ્વારા રજૂ કરાતો તલવાર રાસ શૌર્ય, શક્તિ અને સંસ્કૃતિનો સંગમ બની આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા રાજપૂત કન્યા વિદ્યાલય અને છાત્રાલયમાં ૨૦૨૦થી આયોજન થાય છે. ૧૫૦થી ૨૦૦ દીકરીઓ માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમે છે. અહીં ફિલ્મી ગીતોને બદલે પ્રાચીન ગરબાઓને મહત્વ અપાય છે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ દીકરીઓનો તલવાર રાસ છે. ૧૨થી ૧૫ દીકરીઓનું ગ્રૂપ તલવારના તાલે શૌર્ય અને કૌશલ્ય બતાવે છે. આ દીકરીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ સહિત વડોદરા, જયપુર અને કાંકરિયા કાર્નિવલ જેવા મંચો પર પણ તલવાર રાસ રજૂ કર્યો છે. તેમણે સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
    Click here to Read More
    Previous Article
    पति के शहीद होने की झूठी खबर ने तोड़ा दिल, घरवालों की खातिर सुहागन बन रखा था करवाचौथ का व्रत, दिल छू जाता है सैनिक फिल्म का ये 33 साल पुराना गाना
    Next Article
    રાજકોટમાં ભંગારના ડેલામાં આગથી 3 મજૂર દાઝ્યા:કોઠારીયામાં હૈમાય સ્ટીલમાં મચ્છર - વાંદાની હિટના ડબ્બા સ્ક્રેપ દરમિયાન દુર્ઘટના ઘટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment