Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી વર્ણીન્દ્રધામ ખાતે 9 દિવસીય બ્રહ્મમહોત્સવ:ભક્તોએ તપ-જપ દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા, 10 દિવસમાં 25 હજાર મંત્રજાપનું અનુષ્ઠાન પૂર્ણ

    1 week ago

    પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે નવ દિવસીય બ્રહ્મમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભક્તોએ તપ, જપ અને ઝૂલા દ્વારા ભગવાનની સાધના-આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. ભગવાનને રીઝવવા માટે ભક્તોએ નવ દિવસ સુધી ઉપવાસ, એકટાણું અથવા ફરાળ જેવા તપ કર્યા હતા. પોતાની અનુકૂળતા મુજબ ભક્તોએ આ આરાધના કરી હતી. આ ઉપરાંત, ઘરે ઘરે પારણીયા બાંધી ભગવાનને લાડ લડાવી પૂજન-વંદન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દરરોજ ૨૫૦૦ મંત્ર જાપ કરીને દસ દિવસમાં કુલ ૨૫,૦૦૦ મંત્રજાપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું. ચૈત્રી નવરાત્રીના આ દિવસો શક્તિ ઉપાસના માટે પણ મહત્વના હોવાથી માતાજીના ભક્તોએ પણ આરાધના કરી હતી. રાજકોટ ગુરુકુલની દરેક શાખામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, પૂજન, ઝૂલા, જલાભિષેક યજ્ઞ, સંતોની ઘરે ઘરે પધરામણી અને હાટડી દર્શન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મહોત્સવના અંતિમ દિવસે રામનવમી નિમિત્તે સ્વામિનારાયણ ભગવાન અને રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની CMને રજૂઆત:બાટલામાંથી ગેસની ચોરી અટકાવવા અને કસૂરવાર એજન્સીઓના લાયસન્સ રદ કરવા માંગ
    Next Article
    અડિયામાં 51 કિશોરીઓને સર્વાઈકલ કેન્સર રસી અપાઈ:19 ગામમાંથી સરકારી વાહન દ્વારા લાભાર્થીઓને હોસ્પિટલ લવાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment