Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડિયામાં 51 કિશોરીઓને સર્વાઈકલ કેન્સર રસી અપાઈ:19 ગામમાંથી સરકારી વાહન દ્વારા લાભાર્થીઓને હોસ્પિટલ લવાય છે

    1 week ago

    અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે HPV વેક્સિન એટલે કે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૫૧ કિશોરીઓને આ રસી આપવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમવારે પણ રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા આરોગ્ય કાર્યકર આરતીબેન પટેલ, સીએચઓ વિધીબેન, આરોગ્ય કાર્યકર આનંદભાઈ, સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ અને આશાબહેનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ સૂત્રો અનુસાર, આ રસીકરણ અભિયાન ગત 9 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા 19 ગામમાંથી લાભાર્થીઓને સરકારી વાહન દ્વારા હોસ્પિટલ ખાતે લાવીને રસી આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પાટડી વર્ણીન્દ્રધામ ખાતે 9 દિવસીય બ્રહ્મમહોત્સવ:ભક્તોએ તપ-જપ દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા, 10 દિવસમાં 25 હજાર મંત્રજાપનું અનુષ્ઠાન પૂર્ણ
    Next Article
    વ્યાજખોરોના આતંકને ડામવા પોલીસની જનસંપર્ક સભા:24મીએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆત CP સાંભળશે, રિક્ષા મારફત એનાઉન્સમેન્ટ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment