Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોના આતંકને ડામવા પોલીસની જનસંપર્ક સભા:24મીએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆત CP સાંભળશે, રિક્ષા મારફત એનાઉન્સમેન્ટ કરાયું

    1 week ago

    રાજકોટમાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેર પોલીસ દ્વારા 24 મી માર્ચના વ્યાજખોરોથી પરેશાન લોકો માટે જનસંપર્ક સભાનું આયોજન કરાયુ છે. જેમાં શહેર પોલીસ કમિશનર સમક્ષ લોકો પોતાની અરજી કે ફરિયાદ કરી શકે છે. જે રજૂઆતોનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેમાં કોઈ લોકોને લોનની જરૂરિયાત હોય તો તે માટે નેશનલાઈઝ બેન્કની સાથે કાયદેસર નાણા ધીરનાર એજન્સીઓ પણ સામેલ રહેશે. વ્યાજખોરોથી પરેશાન લોકો વધુમાં વધુ આ સભામાં જોડાય તે માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રિક્ષા મારફત એનાઉન્સમેન્ટ કરાવવામાં આવ્યુ હતુ. જે પણ માણસોને લોનની જરૂરિયાત હશે તેને બેંક મદદરૂપ બનશે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં 24 માર્ચના સાંજે 4.30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં ગેરકાયદેસર પૈસા ધીરનાર શખ્સો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ હાજર રહેશે. જેમાં વ્યાજખોરીના બનાવો અંગે અરજીઓ અને ફરિયાદો હાથોહાથ આપવામાં આવશે. આ દરમિયાન નેશનલાઈઝ બેન્ક, કો-ઓપરેટીવ સોસાયટીઓ અને કાયદેસર નાણા ધીરનાર એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેથી જે પણ માણસોને લોનની જરૂરિયાત હશે તેઓને બેંક મદદરૂપ બનશે. જેને વ્યાજખોર હેરાન કરતા હોય તે 24મીએ જનસંપર્ક સભામાં પોતાની રજૂઆત કરી શકે તેમણે રાજકોટ શહેરના લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપના પરિવાર માટે આસપાસ રહેતા લોકો કે મિત્રોને વ્યાજખોરો હેરાન કરતા હોય તો રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત 24મીએ જનસંપર્ક સભામાં આવી પોતાની રજૂઆત કરી શકે છે. લોકોની રજૂઆતનો પોલીસ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી, વધુમાં વધુ લોકો કે જેઓ વ્યાજખોરોથી પરેશાન છે તેઓ આ સભામાં આવી પોતાની ફરિયાદ કરી શકે છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકથી લોકોને બચાવવાની ઝૂંબેશના ભાગરૂપે જનસંપર્ક સભાનું આયોજન થયું છે. જેના પ્રચાર પ્રસાર માટે પોલીસ દ્વારા રિક્ષા મારફત એનાઉન્સમેન્ટ કરાવવામાં આવ્યું હતું. જે રિક્ષા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને કોઈ પણ લોકો વ્યાજખોરોથી હેરાન હોય તો તેઓ પોલીસના લોક દરબારમાં આવી પોતાની રજૂઆત કરી શકે છે તેવી સમજ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અડિયામાં 51 કિશોરીઓને સર્વાઈકલ કેન્સર રસી અપાઈ:19 ગામમાંથી સરકારી વાહન દ્વારા લાભાર્થીઓને હોસ્પિટલ લવાય છે
    Next Article
    Russia Calls For "Political And Diplomatic" Solution To Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment