Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી કરીને 9, 10 અને 11 મે ઉનાળાનો પ્રકોપ વધશે:​જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 9 થી 11 મે દરમિયાન પારો 40 ડિગ્રી વટાવશે,બફારા અને લૂના પ્રકોપ માટે તૈયાર રહેવા સૂચના

    2 days ago

    ​સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં અત્યારે ઉનાળાની ઋતુ તેના પૂર્ણ મિજાજમાં જોવા મળી રહી છે, ત્યારે જનજીવન ગરમીથી અકળાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણના પ્રકોપના કારણે રસ્તાઓ બપોરના સમયે સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા વિવિધ ઉપાયો કરી રહ્યા છે. મે મહિનાની શરૂઆતમાં તાપમાનમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, પરંતુ હજુ પણ ગરમીનો અસલી રાઉન્ડ બાકી હોય તેમ જણાય છે. ખાસ કરીને બપોરના સમયે ગરમ પવનો ફુંકાવાને કારણે શારીરિક વ્યાધિઓ વધવાની શક્યતા છે, ત્યારે વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આગામી અઠવાડિયું જૂનાગઢવાસીઓ માટે ગરમીની દ્રષ્ટિએ પડકારજનક સાબિત થઈ શકે છે. ​જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસીયાએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં જૂનાગઢ અને આસપાસના પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે નોંધાઈ રહ્યો છે, જે થોડી રાહતની વાત કહી શકાય. પરંતુ આ રાહત લાંબો સમય ટકવાની નથી, કારણ કે આગામી 3 થી 4 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે અને ત્યારબાદ તેમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ધીમંત વઘાસીયાએ વધુમાં ચેતવણી આપતા ઉમેર્યું કે ખાસ કરીને 9, 10 અને 11 મે દરમિયાન તાપમાનમાં મોટો ઉછાળો આવશે અને પારો ફરીથી ઊંચો જશે. માત્ર મહત્તમ તાપમાન જ નહીં, પરંતુ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા હોવાથી રાત્રિના સમયે પણ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરવો પડી શકે છે. પવન અને વરસાદની આગાહી અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને વરસાદ પડવાની કોઈ જ શક્યતાઓ દેખાતી નથી. પવનની ગતિ સામાન્ય રહેશે, પરંતુ સૂર્યના સીધા કિરણો અને વાતાવરણમાં વધતા ભેજને કારણે લોકોએ લૂ થી બચવું અનિવાર્ય બનશે. ​ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે ધીમંત વઘાસીયાએ લોકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બપોરના સમયે જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ આ બાબતે વધુ સતર્ક રહેવું જોઈએ. શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે ખોરાકમાં પ્રવાહી પદાર્થો જેવા કે છાશ, લીંબુ શરબત અને પુષ્કળ પાણીનું સેવન વધારવું જોઈએ. કપડાંની પસંદગીમાં પણ કાળજી રાખી સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા હિતાવહ છે જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે. ખેડૂત મિત્રો માટે પણ તેમણે ખાસ સલાહ આપી છે કે વર્તમાન હવામાનની સ્થિતિ અને આગામી ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને જ પોતાના પાકનું આયોજન કરે અને પિયત વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરે. ઉનાળાના આ અંતિમ તબક્કામાં જો નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હીટવેવની અસરોથી બચી શકાય છે. આવનારા દિવસોમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો જે વધારો થવાનો છે તે જોતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો હવામાન વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાંચ કેસમાં નિવૃત પોલીસ ઈન્સપેક્ટરને બે વર્ષની સજા:રાજકોટ તાલુકા પો. સ્ટેશનનના તત્કાલીન PIએ ખૂન કેસમાં ફીટ ન કરવા બદલ રૂપિયા 3.50 લાખની લાંચ માગી'તી
    Next Article
    કળિયુગી પિતાએ એક વર્ષના માસૂમ દીકરાને ત્યજી દીધો:4 લગ્ન કર્યા, ત્રીજી પત્નીનું સંતાન ચોથી પત્ની રાખવા ન માંગતા મરવા માટે ઝાડીઓમાં ફેંકી દીધો, ભૂખ-ગરમીમાં રિબાઈને બાળકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment