Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચ કેસમાં નિવૃત પોલીસ ઈન્સપેક્ટરને બે વર્ષની સજા:રાજકોટ તાલુકા પો. સ્ટેશનનના તત્કાલીન PIએ ખૂન કેસમાં ફીટ ન કરવા બદલ રૂપિયા 3.50 લાખની લાંચ માગી'તી

    2 days ago

    વર્ષ 2009માં મોટા મવા ગામના સરપંચના હત્યા કેસમાં ફરિયાદીનુ નામ ન ખોલાવવા માટે માંગેલ રૂ.3.50 લાખની લાંચનો દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા ઝડપાઈ ગયેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2010ના પોલીસ ઈન્સ્પેકટર ચંદુલાલ પુજગર ગોસાઈ, હાલ ઉ.વ.72ને ખાસ કોર્ટના જજ વી.એ.રાણા સાહેબે તકસીરવાન ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે. રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી તા.18.11.2009ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા કેસમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની પણ સંડોવણી હોવાની રજુઆત થઇ હતી. આ સમયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ચંદુલાલ પી.ગોસાઈએ રમેશભાઈ રાણાભાઈને બોલાવી તેમનુ નામ ન ખોલાવવા માટે રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 3.50 લાખમાં સેટલ થઇ હતી. આ રકમ પૈકી રૂપિયા 2 લાખ ફરીયાદી રમેશભાઈએ ટ્રેપના દિવસે સાંજના સમયે આપી દીધા હતા. પરંતુ આરોપી સી.પી.ગોસાઈએ બાકીના 1.50 લાખ રાત સુધીમાં પોલીસ સ્ટેશને પહોંચાડી દેવા જણાવ્યું હતું. ફરીયાદીએ આ અંગે સાંજના સમયે એ.સી.બી.માં ફરીયાદ કરી લાંચનુ છટકુ ગોઠવ્યું હતું જે છટકા દરમ્યાન આરોપી સી.પી. ગોસાઈએ પી.આઈ.ની ચેમ્બરની અંદર ફરીયાદી રમેશભાઈ પાસેથી બાકીના રૂપિયા દોઢ લાખ પોતાના હાથે સ્વીકારી ટેબલ ઉપર રાખી દીધા હતા. એસીબીએ ટ્રેપ ગોઠવી પીઆઈને લાંચ લેતા ઝડપ્યા હતા એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારીની સુચના મુજબ ફરીયાદી રમેશભાઈએ આરોપીની ચેમ્બરની બહાર આવી ટ્રેપીંગ ઓફીસર તરફ ઈશારો કરતા ટ્રેપીંગ ઓફીસર કે.બી.ઝાલા પી.આઈ. ચેમ્બરમાં આવી અને મુદામાલવાળી દોઢ લાખની ચલણી નોટો ટેબલ પરથી કબ્જે કરી હતી. ત્યારબાદ આ જગ્યાએ ફીનોપથેલીન પાવડરનો પ્રયોગ કરી દ્રાવણ અને મુદામાલવાળી નોટો કબ્જે કરવામાં આવી હતી. ટ્રેપના દિવસે આરોપી સી.પી. ગોસાઈની ઘરની ઝડતી તપાસ દરમ્યાન રૂ.3.31 લાખ રોકડા મળી આવ્યા હતા. તપાસ બાદ ચાર્જશીટ રજુ થતા બચાવ પક્ષ દ્વારા રજુઆતો કરાવામાં આવી હતી કે, ફરીયાદીએ તેમને ખોટી રીતે ફસાવવા માટે ટેબલ ઉપર નોટોનુ બંડલ મુકી જતા રહ્યા છે. આરોપી તેમને આ રકમ પાછી આપવા પાછળ ગયા પરંતુ તે દરમ્યાન આરોપીને ટ્રેપમાં ઝડપી લેવામાં આવ્યા હતા. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, કોઈપણ કેસનો આરોપી પોતાની નિર્દોષતાના પુરાવા આપે તો પોલીસે તે પુરાવા લેવા પડે અને પુરાવા ન આપે તો ગુનેગાર ગણી તેની ધરપકડ કરવી જોઈએ. આમ કરવાના બદલે આરોપી સી.પી. ગોસાઈએ ફરીયાદી રમેશભાઈને 2-3 વખત પોલીસ સ્ટેશને બોલાવ્યા જે વર્તણુક સાબિત કરે છે કે આ દરમ્યાન લાંચની રકમની પતાવટ થતી હતી. કોઈ વ્યકિત પોલીસ સ્ટેશનની અંદર આવી મુખ્ય પોલીસ અધિકારીને લાંચના ખોટા કેસમાં ફસાવે તે અશકય છે. કારણ કે એ.સી.બી.ના કોઈપણ પોલીસ અધિકારી કોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ખોટી રીતે લાંચના કેસમાં ફસાવે નહી. ચાર્જશીટ કરવા માટે આરોપીના ઉપરી અધિકારી પાસેથી પુર્વમંજુરી લેવામાં આવતી હોય છે. આ સમયે પણ આરોપી સી.પી.ગોસાઈએ પોતાના ઉપરથી અધિકારીને પોતાના બચાવ અંગેની કોઈ રજુઆત કરેલ નથી. વધુમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, આરોપી સી.પી. ગોસાઈના હાથ ઉપર ફીનોપથેલીન પાવડરની હાજરી વૈજ્ઞાનિક પરીક્ષણ મુજબ જણાઈ આવે છે ત્યારે આરોપીએ આ રકમ લાંચ પેટે જ મેળવી છે તે સાબિત થાય છે. એ.સી.બી. કેસમાં કોઈ ફરીયાદી ખોટી ફરિયાદ કરી કોઈ અધિકારીને ફસાવવાનો ઈરાદો ધરાવી શકે પરંતુ ટ્રેપ દરમ્યાન પંચની હાજરીમાં આરોપીએ જયારે લાંચની રકમ સ્વીકારી હોય ત્યારે ખોટી ફરીયાદ કરી આરોપીને ફસાવવામાં આવ્યા હોય તેમ માની શકાય નહી. સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે એ.સી.બી.ના ખાસ જજ વી.એ. રાણા સાહેબે આરોપી ચંદુલાલ પુજગર ગોસાઈને તકસીરવાન ઠરાવી તેમની 72 વર્ષની ઉમરને ધ્યાનમાં લઈ 2 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 9 મેના રોજ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ:એ જ દિવસે ટાગોરની 165મી જન્મજયંતિ; તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને રાજીનામું આપ્યું
    Next Article
    આગામી કરીને 9, 10 અને 11 મે ઉનાળાનો પ્રકોપ વધશે:​જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 9 થી 11 મે દરમિયાન પારો 40 ડિગ્રી વટાવશે,બફારા અને લૂના પ્રકોપ માટે તૈયાર રહેવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment