Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાપુરી ચોકમાં દુકાનદાર નજીકથી સિંહો પસાર થયા:દુકાન માલિક બહાર ગાઢ નિંદ્રામાં સૂતો રહ્યો ને નજીકથી જ બિન્દાસ 4 સિંહો નીકળ્યા; વિડિયો વાયરલ

    17 hours ago

    ​જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે. ખોરાકની શોધમાં સિંહો અવારનવાર રેવન્યુ તેમજ રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અશોક શિલાલેખ નજીક આવેલા સોનાપુરી સ્મશાન ચોકમાંથી સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે ચાર જેટલા સિંહો બિન્દાસ રીતે આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. ​ગાઢ નિંદ્રામાં દુકાનદાર, બાજુમાં સિંહોની લટાર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના સુમારે સોનાપુરી વિસ્તારની ચાર-પાંચ દુકાનો પૈકી એક દુકાનની બહાર દુકાનદાર ભરઊંઘમાં સૂતા નજરે પડે છે. આ જ સમયે તેમની સાવ નજીકથી ચાર સિંહો કોઈ પણ જાતના ડર વગર શાંતિથી પસાર થાય છે. દુકાનદાર ગાઢ નિંદ્રામાં હોવાથી તેમને આ ઘટનાની જાણ પણ થઈ નહોતી. એટલું જ નહીં, રાત્રિના આ સમયે રસ્તા પરથી વાહનચાલકોની અવરજવર પણ વિડિયોમાં જોવા મળી રહી છે. અશોક શિલાલેખની દીવાલ પર સિંહોની મોજમસ્તી ​સોનાપુરી સ્મશાન નજીક જ ચોકમાં આંટાફેરા માર્યા બાદ આ ચારેય સિંહો અશોક શિલાલેખ નજીક પહોંચ્યા હતા અને ત્યાં આવેલી દીવાલ પર ચડીને મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા. અશોક શિલાલેખ અને સોનાપુરી ચોક જેવા વિસ્તારમાં સિંહો આવી ચડ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સમયસૂચકતા દાખવીને ચારેય સિંહોને સુરક્ષિત અને સલામત સ્થળે જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત પર 100% ટેરિફ, અમેરિકી સીનેટમાં બિલ પાસ; NTA એક્સપર્ટ્સે જ NEET પેપર લીક કર્યું; રાહુલ બોલ્યા- E20થી ગાડીઓ ખરાબ
    Next Article
    સેફ્ટી માટે સર્જરી:છાણીથી જાંબુઆ સુધી 3 વર્ષમાં અકસ્માતમાં 80 મોત, જાંબુઆ બ્રિજ નીચે 50 ફૂટનો લાઇટ પોલ,ગોલ્ડન ચોકડી પર જાળી મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment