Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત પર 100% ટેરિફ, અમેરિકી સીનેટમાં બિલ પાસ; NTA એક્સપર્ટ્સે જ NEET પેપર લીક કર્યું; રાહુલ બોલ્યા- E20થી ગાડીઓ ખરાબ

    11 hours ago

    નમસ્તે, અમેરિકા ભારત પર 100% ટેરિફ લગાવવા જઈ રહ્યું છે. સીનેટમાં આનાથી જોડાયેલું બિલ પાસ થયું. NEET-UG 2026 પેપર લીકમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી. તેમાં જે આરોપો લગાવવામાં આવ્યા તેનો દૈનિક ભાસ્કરે 2 મહિના પહેલા જ ખુલાસો કરી દીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું E-20 પેટ્રોલ દાળમાં કાળું નહીં પરંતુ કાળી દાળ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે IIT-દિલ્હીના પદવીદાન સમારંભને સંબોધિત કરશે. 2. રાહુલ ગાંધી આજે સાંજે 5 વાગ્યે પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. NEET પેપર લીકનું કાવતરું મહિનાઓ પહેલાં ઘડાયું હતું:CBIનો દાવો- NTA એક્સપર્ટ્સ પેપર તૈયાર કરતી વખતે પ્રશ્નો યાદ કરી લેતા હતા, ભાસ્કરે 2 મહિના પહેલાં જ કર્યો હતો ખુલાસો NEET-UG 2026 પેપર લીકનું કાવતરું પરીક્ષાના મહિનાઓ પહેલાં ઘડવામાં આવી હતી. NTAના એક્સપર્ટ્સે પેપર તૈયાર કરવા દરમિયાન જ પ્રશ્નો યાદ કરી લીધા હતા. CBIએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરેલી 94 પેજની ચાર્જશીટમાં આ દાવો કર્યો છે. ચાર્જશીટ 28 જુલાઈના રોજ દાખલ કરવામાં આવી હતી. આ માહિતી શુક્રવારે સામે આવી છે. આ મુજબ, એક્સપર્ટ્સ NTA ઑફિસથી હોટેલ પરત ફરીને યાદ કરેલા પ્રશ્નો ચિઠ્ઠીઓ પર લખતા હતા. આ પછી તેને વચેટિયાઓ અને કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. NTAની ટોચની ઓથોરિટીએ બે મહિના પહેલાં જ ભાસ્કર સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું હતું કે જે લોકો વર્ષોથી અમારી સાથે કામ કરી રહ્યા હતા, તેમણે જ પેપર લીક કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ત્રિશા સાથે અફેરની ચર્ચા વચ્ચે થલાપતિ વિજયના છૂટાછેડા રદ્દ:સંગીતાએ અરજી પાછી ખેંચી, કોર્ટે પૂછપરછ બાદ કેસ બંધ કર્યો; લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય હાલમાં તેમના પોલિટિકલ કરિયર કરતાં પણ અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં છે. તેવામાં તેમના ચર્ચિત છૂટાછેડાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયની પત્ની સંગીતા સ્વર્ણલિંગમે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ફેબ્રુઆરી 2026માં સંગીતાએ સુપરસ્ટાર પર લગ્નેત્તર સંબંધનો ગંભીર આરોપ લગાવીને છૂટાછેડાની અરજી કરી, ત્યારથી વિજયનું સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન સાથે અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ વેગ પકડી હતી. 7 ઓગસ્ટને શુક્રવારે થલાપતિ વિજયની પત્ની સંગીતા વીડિયો કોન્ફરન્સ મારફત ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટના જજ સુજાતા સમક્ષ હાજર થઈ હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, સંગીતાએ કોર્ટને છૂટાછેડાની અરજી પાછી ખેંચવાની પોતાની ઇચ્છા વિશે જણાવ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે':રાહુલ ગાંધીએ કારની ટાંકી ખોલી E20 પેટ્રોલ પર સવાલો ઉઠાવ્યા, કહ્યું- આ કાર-સ્કૂટર ખરાબ કરી રહ્યું છે રાહુલ ગાંધીએ શુક્રવારે X પર એક વીડિયો પોસ્ટ કરીને E20-પેટ્રોલ પર સવાલો ઉઠાવ્યા. રાહુલે લગભગ 53 સેકન્ડનો વીડિયો જાહેર કર્યો. વીડિયોમાં રાહુલ કારની પેટ્રોલ ટાંકી ખોલતા જોવા મળ્યા. ઢાંકણું ઉઠાવીને અંદર જોયું અને કહ્યું કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે દાળમાં કંઈક કાળું છે, પણ અહીં તો આખી દાળ જ કાળી છે. આ સમયે દેશમાં ભ્રષ્ટાચારની લાઇન લાગી છે. તેમાંથી એક E20 ઇંધણનો મામલો છે. તેના કારણે લોકોની કાર અને સ્કૂટર ખરાબ થઈ રહ્યા છે. અમે આ મુદ્દો ઉઠાવીશું. રાહુલના સોશિયલ મીડિયા પોસ્ટ પહેલાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે દિલ્હીમાં કહ્યું કે ભારતનો બાયોફ્યુઅલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ખૂબ સારું કામ કરી રહ્યું છે. પરિણામો ઘણા સારા રહ્યા છે. કેટલાક લોકો E20 ને લઈને ખોટો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ડાબરના '100% પ્યોર'ના દાવાવાળા પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ ટળ્યો:કોર્ટે કહ્યું- સુરક્ષા પર કોઈ સવાલ નથી; પ્રોડક્ટ્સનું વેચાણ ચાલુ રહેશે દિલ્હી હાઈકોર્ટે ડાબરને વચગાળાની રાહત આપી છે. કોર્ટે FSSAIના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં '100% પ્યોર', '100% નેચરલ' અને '100% ઓર્ગેનિક' જેવા દાવાવાળા ઉત્પાદનોનું વેચાણ તરત રોકવા જણાવ્યું હતું. જસ્ટિસ અમિત મહાજનની બેન્ચે કેન્દ્ર અને FSSAIને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. જ્યાં સુધી આ મામલે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી FSSAIનો પ્રતિબંધ આદેશ સસ્પેન્ડ રહેશે. FSSAIએ ડાબરના તે ઉત્પાદનો પર કાર્યવાહી કરી હતી જેના લેબલ પર "100% પ્યોર", "100% નેચરલ" અને "100% ઓર્ગેનિક" લખેલું હોય છે. આમાં મુખ્યત્વે ડાબર હની, ડાબર હની સ્ક્વીઝી, ડાબર સુંદરબન્સ હની, ડાબર હિમાલયન એપલ સાઇડર વિનેગર, ડાબર વર્જિન કોકોનટ ઓઇલ, ડાબર કાઉ ઘી, રિયલ એક્ટિવ 100% ટેન્ડર કોકોનટ વોટર, ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક અને ડાબર ઓર્ગેનિક હનીનો સમાવેશ થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કચ્છ સરહદે પાકિસ્તાનની નાપાક હિલચાલ:દાવો- PAKએ સર ક્રીક નજીક નવા ડ્રોન સહિત નવી ટેક્નોલોજીના સાધનો તૈનાત કર્યા; ચીન-તુર્કીની મદદ લીધી પાકિસ્તાન સર ક્રીક નજીક પોતાના નૌસૈનિક અને લશ્કરી માળખાનો વિસ્તાર કરી રહ્યું છે. આ કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચેની 96 કિલોમીટર લાંબી સંવેદનશીલ ખાડી છે, જે અરબ સાગરમાં મળે છે. CNN-ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, આ વિસ્તાર 'અબાબીલ- ધ ડિવાઇન સ્ટ્રાઇક' નામના એક નવા પ્રોજેક્ટનો હિસ્સો છે. આ હેઠળ પાકિસ્તાની નૌસેનાએ સર ક્રીકમાં પોતાના નૌસેના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG-N) કમાન્ડો તૈનાત કર્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તુર્કીના ડ્રોન, ચીનના આધુનિક હોવરક્રાફ્ટ અને ઝડપી ગતિથી ચાલતી નૌસૈનિક નૌકાઓની સાથે-સાથે નવીનતમ રોકેટ અને વાયુ રક્ષણ પ્રણાલીઓને આ વિસ્તારમાં તૈનાત કરી રહ્યું છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે તુર્કીના ડ્રોન વિસ્ફોટક સામગ્રી લઈ જવામાં સક્ષમ છે અને તેનો ઉપયોગ દેખરેખ માટે પણ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહી:આજે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના; આજે બે જિલ્લામાં યલો એલર્ટ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ-મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી આજે (7 ઓગસ્ટ) માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 1 જૂનથી 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કુલ 481 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 433 મિમી વરસાદ થવો જોઈએ. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 અધિકારી-કર્મચારી સસ્પેન્ડ:તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે, 11 કરોડના નુકસાનના આક્ષેપ સાથે ગુજરાત યુનિ.માં ABVPનો વિરોધ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મુદ્દે આજે ABVP મેદાને આવ્યું હતું. પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સરકારે કહ્યું- વિદેશી ફંડિંગ સંબંધિત બિલ આંતરિક મામલો છે:અન્ય દેશો ટિપ્પણી ન કરે, અમેરિકી સાંસદે કહ્યું હતું- આ બિલ ખ્રિસ્તીઓ પર સીધો હુમલો છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ 8 લોકોની હત્યા કરી: ઘરમાં દાદા-દાદીને માર્યા પછી સ્કૂલમાં ફાયરિંગ, 3 શિક્ષક અને 3 વિદ્યાર્થીના મોત; બાદમાં આત્મહત્યા કરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : કચ્છ સરહદે પાકિસ્તાનની નાપાક હિલચાલ:દાવો- PAKએ સર ક્રીક નજીક નવા ડ્રોન સહિત નવી ટેક્નોલોજીના સાધનો તૈનાત કર્યા; ચીન-તુર્કીની મદદ લીધી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ભારતીય મૂળના અનિલ મેનને 6.5 કલાક સ્પેસવોક કરી:જેસિકા મીર સાથે સ્પેસ સ્ટેશનની બહાર સોલર પેનલની ફ્રેમ લગાવી; કહ્યું- 'ચંદ્ર પર માનવજાતનું ભવિષ્ય' (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : અમેરિકા ભારતનો સૌથી મોટો LPG સપ્લાયર બન્યો:સૌથી વધુ LNG પણ USથી આવી રહી છે; કતારથી સપ્લાય 91% ઘટી (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : શાકિબ અલ હસન બાંગ્લાદેશ પરત ફરી શકશે કે નહીં?:મર્ડર કેસ, શેખ હસીનાની પાર્ટી સાથેના સંબંધો અને 2027 વર્લ્ડ કપ; 5 સવાલોમાં આખી વાર્તા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સ્વામી વિવેકાનંદની શીખ:પ્રામાણિકતા અને સારી નિયતથી કરેલા કર્મો માટે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વરની મદદ મળશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કૂવામાં સમુદ્ર જેવા મોજાં ઉછળ્યા ગુજરાતના મોરબીમાં 18 ફૂટ ઊંડા એક કૂવાના પાણીમાં અચાનક સમુદ્ર જેવા મોજાં ઉછળવા લાગ્યા. આ જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ. વહીવટીતંત્ર અને જીઓલોજિસ્ટની ટીમ આની તપાસ કરી રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સંસદ સત્ર-સંસદની બહાર વરસાદમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન, અંદર સૂત્રોચ્ચાર:રિજિજુ બોલ્યા- સરકાર ચર્ચાથી ભાગી રહી નથી, વિપક્ષ ગૃહને ચાલવા દે 2. Editor's View: જેન-ઝીનો વિદ્રોહ આગ બની ભભૂક્યો: આ 'એજ ગેપ'નું વાવાઝોડું સરકારોને ઉખેડીને ફેંકી શકે, ભલભલા નેતાઓ એક ફેક્ટર સમજવામાં થાપ ખાઇ ગયા 3. ગુજરાત એક્સપ્લેનર-ઉંદર મારવાની મનાઈ, સરકારે કેમ આદેશ કરવો પડ્યો: ગુંદરવાળા પૂઠાં મૂકશો તો જેલભેગા, તડપાવીને મારવા કરતાં જીવતા રહે એ કેમ જરૂરી 4. એક્સક્લૂસિવ-ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સનો ડેટા લીક થયો: ડાર્ક વેબ પર ખુલ્લેઆમ 3 મહિનાથી વેચાણ, એક્સપર્ટ પાસેથી જાણો તમારા ખાતા પર શું અસર થશે 5. ફિલ્મી ફેમિલી-મોઢા પર ખીલ છતાં 'રામાયણ'ના 'સીતામાતા' સાઇને એક્ટ્રેસ બનવું હતું: બેગમાંથી લવ લેટર નીકળતા પિતાએ ઢોર માર માર્યો, ગોરી દેખાવા ને સારા છોકરા માટે જ્યોર્જિયા ગઈ 6. આજનું એક્સપ્લેનર:શું ચર્ચ-મસ્જિદની સંપત્તિ જપ્ત થશે, FCRA બિલ પર અમેરિકા સુધી હોબાળો; સરકાર મૂંઝવણમાં, શું બિલ પસાર કરાવી શકશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:તુલા રાશિ માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય, મકર રાશિની મિલકત સંબંધિત ઈચ્છાઓ પૂરી થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    After 57% Rally In A Month, Jefferies Initiates Kalyan Jewellers With 'Buy'
    Next Article
    સોનાપુરી ચોકમાં દુકાનદાર નજીકથી સિંહો પસાર થયા:દુકાન માલિક બહાર ગાઢ નિંદ્રામાં સૂતો રહ્યો ને નજીકથી જ બિન્દાસ 4 સિંહો નીકળ્યા; વિડિયો વાયરલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment