Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેફ્ટી માટે સર્જરી:છાણીથી જાંબુઆ સુધી 3 વર્ષમાં અકસ્માતમાં 80 મોત, જાંબુઆ બ્રિજ નીચે 50 ફૂટનો લાઇટ પોલ,ગોલ્ડન ચોકડી પર જાળી મૂકાશે

    13 hours ago

    વડોદરાના સીમાડાના એનએચ-48નો છાણીથી જાંબુઆ સુધી 22 કિમીનો એક ભાગ ફેલાયેલો છે. પોલીસ વિભાગના ડેટા મુજબ આ પટ્ટામાં 2022-23થી આજ સુધી 80થી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયાં છે. તાજેતરમાં ટ્રાફિક વિભાગ, આરટીઓ અને નેશનલ હાઇવે સહિતના સત્તામંડળોએ આ પટ્ટાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આ હાઇવે પરના 4 અને વડોદરા શહેરના 3 બ્લેક સ્પોટ્સમાં એન્જિનિયરિંગ ફેરફારો સૂચવ્યા હતા, જેમાં ગોલ્ડન ચોકડી પર દેણાથી આવતા રસ્તા પર જાળી નાખવી, જાંબુઆ બ્રિજ નીચે 50 ફૂટ ઊંચે લાઇટનો થાંભલો મૂકવા સહિતના 16થી વધુ નાના-મોટા એન્જિનિયરિંગ ફેરફારોનાં સૂચનો છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા સૂચિત આ ફેરફારો કરીને લોકોને સલામત, ભયમુક્ત બનાવવાની કામગીરી સંબંધિત તંત્રની છે. ટ્રાફિક વિભાગનાં ડીસીપી તેજલ પટેલે જણાવ્યું કે, આ સ્પોટ્સ પર એન્જિનિયરિંગ ફેરફારો કરવા સૂચન કરાયા છે. આ વિશે પોલીસ કમિશનર કચેરી ખાતે રિપોર્ટ મોકલાયો છે. રોજ 70 હજારથી 1 લાખ પેસેન્જર વાહનો પસાર થાય છે વડોદરા ટ્રાફિક પોલીસ અને NHAI દ્વારા દર વર્ષે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકોમાં દર્શાવ્યા મુજબ, NH-48નો છાણીથી જાંબુઆ સુધીનો 22 કિમીનો પટ્ટો સુરત-અમદાવાદ ગોલ્ડન કોરિડોરનો મુખ્ય ભાગ હોવાથી અહીંથી દૈનિક 70 હજારથી 1 લાખથી વધુ પેસેન્જર વાહનો પસાર થાય છે. ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે : લોકો ઊભા રહે છે તે બંધ થતાં અકસ્માતોમાં ઘટાડો થશે એપીએમસી માર્કેટ પાસે : માર્કેટની સામેનો કટ દૂર કરાશે, 100 મીટરે કટ અપાશે જાંબુઆ બ્રિજ નીચે : MGVCL કટ બંધ કરીને 7 મીટરના સર્વિસ રોડનું નિર્માણ કપુરાઇ બ્રિજ નીચે : સર્વિસ રોડથી હાઇવેને જોડતું કર્વિંગ સળંગ થશે,બુલાર્ડ-બોર્ડ મૂકાશે આ પણ થશે... સમા કેનાલ ચાર રસ્તા પરનું ડિવાઇડર બંધ થશે,અટલાદરા-પાદરા રોડ પર નવું બનાવાશે સમા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે અકસ્માત ઝોન શોધ્યો છે. જ્યાં બ્રિજ બન્યા બાદનું આગોતરું આયોજન પણ કરાયું છે. જે મુજબ બ્રિજ બની જાય પછી તેની નીચે આ ટર્ન પર 100 મીટરના અંતરે બ્રિજ પહેલાં એક કટ અપાશે, જેથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર જઇ શકે. ભારદારી વાહનો સમા બ્રિજ નીચેથી જઇ શકશે. અટલાદરા-પાદરા રોડ પર સાંજે ટ્રાફિક ઓછો કરવા ડિવાઇડર મૂકવાની સાથે ટ્રાફિક પોલીસની સંખ્યા બમણી કરાશે. ભૂતકાળમાં ફેરફારનાં સૂચન બાદ અમલ થયો, પણ સ્થિતિ યથાવત્ ગોલ્ડન ચોકડીઃ હાલોલ તરફ વળતા વાહનો માટે જાળી ન હોવાથી અકસ્માત ચાલુ રહ્યા કપુરાઈ ચોકડી (બ્રિજ નીચે: બુલાર્ડ્સ મૂક્યા, પણ ભારે ટ્રાફિક અને મેન્ટેનન્સના અભાવે તે તૂટી ગયા. જાંબુઆ બ્રિજઃ અનધિકૃત કટ ખુલ્લા રહી ગયા હતા, જે ફરીથી અકસ્માતનું કારણ બન્યા.
    Click here to Read More
    Previous Article
    સોનાપુરી ચોકમાં દુકાનદાર નજીકથી સિંહો પસાર થયા:દુકાન માલિક બહાર ગાઢ નિંદ્રામાં સૂતો રહ્યો ને નજીકથી જ બિન્દાસ 4 સિંહો નીકળ્યા; વિડિયો વાયરલ
    Next Article
    પ્રદૂષણ મુક્ત પરિવહનને વેગ આપવા માટેનું પગલું:શહેરને વધુ 20 ઇ-બસ મળશે, આજે ગોત્રી ડેપોથી લોકાર્પણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment