Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-9 અને 10માં હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો:NEP-2020 હેઠળ ગુજરાત બોર્ડનો નવો અભ્યાસક્રમ જાહેર, 2026-27થી ધો-10માં 'વ્યક્તિ અને સમાજજીવન' વિષયનો ઉમેરાશે

    12 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના સુચારુ અમલને ધ્યાનમાં રાખીને શાળાકીય શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ક્રાંતિકારી બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 10ના વિષય માળખામાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-10માં અને શૈક્ષણિક વર્ષ 2027-28થી ધોરણ-9માં આ નવા વિષય માળખાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવશે. હવે ભણવા પડશે 8 મુખ્ય વિષયો અત્યાર સુધી રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓએ કુલ 10 વિષયોનો અભ્યાસ કરવો પડતો હતો, જે ભારણને ઓછું કરીને હવે નવા માળખા હેઠળ 8 મુખ્ય વિષયો ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ફેરફારમાં અત્યાર સુધી ફરજિયાત રહેલો વ્યાવસાયિક શિક્ષણનો વિષય બોર્ડ દ્વારા સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. તેના સ્થાને વિદ્યાર્થીઓના સામાજિક ઘડતર માટે 'વ્યક્તિ અને સમાજજીવન (Individual in Society)' નામના એક બિલકુલ નવા વિષયને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભાષાઓની પસંદગી માટે આ રહેશે નવી ફોર્મ્યુલા નવી વ્યવસ્થા મુજબ, ત્રિ-ભાષા સૂત્રને વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યું છે: મુખ્ય અને શાળાઓના પ્રકાર પ્રમાણે વૈકલ્પિક વિષયો નવા માળખામાં મુખ્ય વિષયો તરીકે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને નવા ઉમેરાયેલા 'વ્યક્તિ અને સમાજજીવન'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની રૂચિ અને શાળાઓના પ્રકાર (સ્ટ્રીમ) મુજબ નીચે પ્રમાણેના વિષયોના વિકલ્પો આપવામાં આવ્યા છે: બોર્ડ પરીક્ષા માટે તમામ વિષયો પાસ કરવા ફરજિયાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે, વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમમાં જેટલા પણ વિષયો પસંદ કરશે, તે તમામ વિષયોમાં ધોરણ-10ની બોર્ડ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય રહેશે. આ નવા વિષય માળખા અને તેના અમલીકરણ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEOs) અને તમામ માધ્યમિક શાળાઓને જરૂરી દિશાનિર્દેશો અને સૂચનાઓ મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લસકાણામાં 'પિતૃદોષ' મટાડવાના બહાને ઠગાઈ:કેન્સર પીડિતના ઘરે તાંત્રિક વિધિના નામે બે ગઠિયાઓએ 1.55 લાખના દાગીના-રોકડા પોટલામાં લઈ રફુચક્કર
    Next Article
    દુષ્કર્મ પીડિતા બે સગીરાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી:વલસાડની 16 વર્ષની સગીરાને 27 અઠવાડિયાનો ગર્ભ, જૂનાગઢની 14 વર્ષીય સગીરાને 28 અઠવાડિયાનો ગર્ભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment