Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ પીડિતા બે સગીરાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી:વલસાડની 16 વર્ષની સગીરાને 27 અઠવાડિયાનો ગર્ભ, જૂનાગઢની 14 વર્ષીય સગીરાને 28 અઠવાડિયાનો ગર્ભ

    12 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં વલસાડથી 16 વર્ષની દુષ્કર્મ પીડિતા સગીરાના 27 સપ્તાહના ગર્ભ અને જૂનાગઢથી 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વલસાડની દુષ્કર્મ પીડિતા સગીરાના GMERS મેડિકલ કોલેજ, વલસાડના તબીબોની પેનલે અહેવાલ આપ્યો હતો કે કાયદા મુજબ ગર્ભપાત કરી શકાય તેમ છે. તેવો જ અહેવાલ જૂનાગઢની સગીરા કેસમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તબીબોની પેનલ દ્વારા અપાયો હતો. 'માતા બનવું કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે' હાઇકોર્ટે કોર્ટે સુપ્રિમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપતા જણાવ્યું કે સ્ત્રીને પોતાના શરીર પર અને માતા બનવું કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે, જે બંધારણની કલમ 21=અંતર્ગત વ્યક્તિગત સ્વતંત્રતાનો એક ભાગ છે. કોર્ટે બંને કેસમાં ગર્ભપાત માટેની મંજૂરી આપી દુષ્કર્મ પીડિતાને અનિચ્છનીય ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી એ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક છે અને તેના ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. આથી કોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. બાળક જીવિત જન્મે તો શ્રેષ્ઠ સારવાર આપવી પડશે કોર્ટે પીડિતાના ગર્ભના પેશીઓના નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરી તપાસ કરનાર પોલીસ અધિકારીને DNA ઓળખ અને પુરાવા માટે સોંપવાના રહેશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે. જેથી તે સ્વસ્થ બાળક તરીકે વિકાસ પામી શકે. પીડિતા કે તેનો પરિવાર જવાબદારી ન લે તો સરકાર જવાબદારી લે જો પીડિતા કે તેનું કુટુંબ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તે બાળકની સંપૂર્ણ જવાબદારી અને તબીબી સુવિધાઓ સંભાળવાની રહેશે. પીડિતાએ પોતાના જોખમે આ સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં યોગ્ય બાંહેધરી પત્ર આપવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    ધો-9 અને 10માં હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો:NEP-2020 હેઠળ ગુજરાત બોર્ડનો નવો અભ્યાસક્રમ જાહેર, 2026-27થી ધો-10માં 'વ્યક્તિ અને સમાજજીવન' વિષયનો ઉમેરાશે
    Next Article
    'મા ગાયત્રી નર્સિંગ કોલેજ' સામે યુવરાજસિંહ જાડેજાનો મોરચો:આદિવાસી વિદ્યાર્થીઓના શોષણ, ગેરકાયદે B.Sc. કોર્સ અને કરોડોના કૌભાંડની તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment