Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મા ગાયત્રી નર્સિંગ કોલેજ' સામે યુવરાજસિંહ જાડેજાનો મોરચો:આદિવાસી વિદ્યાર્થીઓના શોષણ, ગેરકાયદે B.Sc. કોર્સ અને કરોડોના કૌભાંડની તપાસની માંગ

    14 hours ago

    છોટાઉદેપુરના ફતેપુરા રોડ પર આવેલી 'મા ગાયત્રી નર્સિંગ કોલેજ' સામે ગંભીર ગેરરીતિઓના આક્ષેપો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આદિજાતિ વિકાસ વિભાગના નાયબ નિયામકને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોલેજ સંચાલકો દ્વારા મોટાભાગે આદિવાસી અને ફ્રીશીપ કાર્ડધારક વિદ્યાર્થીઓનું શૈક્ષણિક, આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. મંજૂરી વગર કોર્સ ચલાવવો, ગેરકાયદે ફી વસૂલવી અને મૂળ દસ્તાવેજો જપ્ત રાખવા સહિતના અનેક ગંભીર મુદ્દાઓ આ આવેદનમાં ઉઠાવવામાં આવ્યા છે. મંજૂરી વગર B.Sc. નર્સિંગ કોર્સ અને શૈક્ષણિક છેતરપિંડી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કોલેજમાં B.Sc. Nursing કોર્સ માટે જરૂરી સત્તાવાર મંજૂરી ન હોવા છતાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓને છોટાઉદેપુરમાં ભણાવવામાં આવે છે, પરંતુ તેમની પરીક્ષા અને સત્તાવાર એડમિશન કાયાવરોહણની 'લક્ષ્મીનારાયણ કોલેજ'ના નામે દર્શાવવામાં આવે છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નિયમો મુજબ આ પ્રકારની પદ્ધતિ સંપૂર્ણપણે અમાન્ય છે, જેને વિદ્યાર્થીઓ સાથેની મોટી શૈક્ષણિક છેતરપિંડી ગણાવવામાં આવી છે. પેનલ્ટીના નામે ઉઘાડી લૂંટ અને નાપાસ કરવાની ધમકી સરકારની ફ્રીશીપ કાર્ડ યોજના હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી પણ સ્કોલરશીપ મોડી આવવાના બહાને રોજના ₹100 પેનલ્ટી અને લેટ ફી સહિત અન્ય વિવિધ નામે ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી આ લૂંટનો વિરોધ કરે, તો તેમને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પાસે દબાણપૂર્વક એવું લખાણ પણ લેવામાં આવે છે કે તેઓ ભવિષ્યમાં કોઈ વિરોધ નહીં કરે કે વધારાની ફી અંગે ક્યાંય ફરિયાદ નહીં કરે. હોસ્ટેલ સુવિધાનો અભાવ અને સરકારી ગ્રાન્ટનું મોટું કૌભાંડ હોસ્ટેલ વ્યવસ્થાને લઈને પણ કોલેજ સામે ગંભીર સવાલો ઊભા થયા છે: ઓરિજિનલ સર્ટિફિકેટ્સ જપ્ત, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ આવેદનમાં એવો પણ આક્ષેપ છે કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ્સ ગેરકાયદેસર રીતે જપ્ત કરી રાખવામાં આવ્યા છે. અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને છેલ્લા છ મહિનાથી ફાઇનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. પરિણામે, ડિગ્રી હોવા છતાં વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે કે ક્યાંય નોકરી માટે અરજી કરી શકતા નથી અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. પાયાની સુવિધાઓ અને કાયમી સ્ટાફનો અભાવ કોલેજમાં લાયકાત ધરાવતા કાયમી શિક્ષકો અને પૂરતી લેબ સુવિધાનો સદંતર અભાવ છે. ક્લાસરૂમ તેમજ હોસ્ટેલમાં લાઇટ, પંખા, બાથરૂમ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયાની ફી વસૂલ્યા પછી પણ તેમને સત્તાવાર ઓરિજિનલ પહોંચ આપવામાં આવતી નથી. યુવરાજસિંહ જાડેજાની મુખ્ય માંગણીઓ અને ચીમકી 15 દિવસનું અલ્ટીમેટમ આવેદનના અંતે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આગામી 15 દિવસમાં આ મુદ્દે યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને આદિજાતિ વિકાસ વિભાગની કચેરી સામે ઉગ્ર આંદોલન અને ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ પીડિતા બે સગીરાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી:વલસાડની 16 વર્ષની સગીરાને 27 અઠવાડિયાનો ગર્ભ, જૂનાગઢની 14 વર્ષીય સગીરાને 28 અઠવાડિયાનો ગર્ભ
    Next Article
    🟠7 PM Gujarati News LIVE | 7 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment