Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરચા પાવડરમાં ભેળસેળ 9 વર્ષે સાબિત થઈ:રાજકોટમાં ઘાતક કેમિકલયુક્ત કલરની ભેળસેળ માટે મ્યુ. કોર્ટેએ વેપારીને 1 માસની જેલ અને રૂ.1,50,000નો દંડ ફટકાર્યો

    10 hours ago

    રાજકોટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક ધંધાર્થીઓ સામે ન્યાયિક પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેળસેળિયા વેપારીઓ સામે ત્વરિત અને આકરી સજાના આદેશો થવા જોઈએ, જેના બદલે ન્યાયતંત્રમાં વર્ષોના વહાણા વીતી જાય છે. આ અતિ લાંબી પ્રક્રિયા દરમિયાન હજારો લોકો ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી આરોગીને ગંભીર બીમારીઓનો ભોગ બની જતા હોય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે વર્ષ 2017ના એક કેસમાં છેક 9 વર્ષના લાંબા સમય બાદ ચુકાદો આપીને ભેળસેળ કરનાર વેપારીને દોષિત ઠેરવ્યો છે. અને મરચા પાવડરમાં ઘાતક કેમિકલયુક્ત કલરની ભેળસેળ કરનાર વેપારીને અદાલતે વેપારીને 1 માસની જેલ અને રૂ.1,50,000નો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત મુજબ 18 એપ્રિલ 2017ના રોજ રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે ભરાતી મરચા પીઠમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં મનહરલાલ સાતા નામના વેપારીની દુકાનમાંથી મરચા પાવડરના નમૂના લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ લેબોરેટરી તપાસમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. હલકી ગુણવત્તાના મરચાના પાવડરને આકર્ષક બનાવવા માટે ડાયમાં વપરાતા ઘાતક કેમિકલયુક્ત રંગનું મિશ્રણ કરવામાં આવતું હતું. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવું ભેળસેળયુક્ત મરચું લાંબો સમય પેટમાં જવાથી આંતરડા, હોજરી અને ગળાનું કેન્સર જેવી અતિ ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ વેપારી સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મનપા તરફથી કોર્ટમાં લેબોરેટરી પરીક્ષણના રિપોર્ટ, મરચા પાવડરમાં વપરાયેલા કેમિકલ રંગો અને તેની માનવ આરોગ્ય પર થતી ગંભીર અને વિપરીત અસરોના તબીબી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પુરાવા અને દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે વેપારી મનહરલાલ સાતાને એક માસની જેલ સજા અને રૂ.1,50,000નો દંડ કરવાનો આકરો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની મ્યુનિસિપલ કોર્ટમાં હાલ ભેળસેળના સંખ્યાબંધ કેસો પેન્ડિંગ છે. પાંચથી સાત વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અનેક કેસોનો આખરી નિવેડો આવ્યો નથી. જો ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ઝડપી ચુકાદો આવે તો જ ખાદ્ય પદાર્થોમાં કેમિકલ સહિતની ભેળસેળ કરતા આવા વેપારીઓમાં કાયદાનો ભય રહેશે. તેમજ તેના કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાશે. જોકે કાયદેસરની આ કાર્યવાહીમાં ઝડપ ક્યારે આવશે તે તો આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે ખેડૂતોના ધરણાનો ત્રીજો દિવસ:300થી વધુ આદિવાસી ખેડૂતો આંદોલનમાં જોડાયા, સાંસદ મનસુખ વસાવાની મુખ્યમંત્રી સાથે મુલાકાત
    Next Article
    રાજકોટમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે એક્સ્પ્લોઝીવનો મોટો જથ્થો ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે 12 હજાર જીલેટીન સ્ટિક, 4000 એક્સ્પ્લોજીવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ વાયર સાથે એક શખ્સની કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment