Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે એક્સ્પ્લોઝીવનો મોટો જથ્થો ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે 12 હજાર જીલેટીન સ્ટિક, 4000 એક્સ્પ્લોજીવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ વાયર સાથે એક શખ્સની કરી ધરપકડ

    11 hours ago

    સ્વાતંત્રતા દિવસના 5 દિવસ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક્સ્પ્લોજીવને લાગતો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં રાજકોટના ગોંડલ રોડ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1500 કિલોની 12,000 નંગ જીલેટીન સ્ટિક, 30 બંડલ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયર અને 4000 નંગ એક્સ્પ્લોજીવ ડિટોનેટરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ 5.95 લાખના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં શિવ હોટલ પાસેથી એક બોલેરો કારને અટકાવ તલાસી લેતા તેમાંથી એક્સ્પ્લોજીવને લાગતો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનચાલકમ નામ પૂછતાં પોતે પોતાનું નામ દોલા રઘુભાઇ મીર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી બોલેરો કારમાંથી રૂ.2.40 લાખની 1500 કિલોની 12,000 નંગ જીલેટીન સ્ટિક, રૂ.15,000ના 30 બંડલ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયર અને રૂ.40,000ના 4000 નંગ એક્સ્પ્લોજીવ ડિટોનેટરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.5.95 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપી દોલા મીરએ આ એક્સ્પ્લોજીવનો જથ્થો મેંદરડાથી મિતુલ નામના શખ્સ પાસેથી લાવી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ખાતે રહેતા હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતરએ આપવા જતો હોવાનું સામે આવતા પોલીસે રીસીવર અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પાસે એક્સ્પ્લોઝીવ જથ્થા માટે કોઈ લાયસન્સ કે દસ્તાવેજી પુરાવા મળી ન આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ફરાર આરોપી હીરા ઉર્ફે હિરેનએ માઇનિંગ કામ કરતા હોવાથી આ જથ્થો મંગાવ્યો હોવાનું આરોપીનું રટણ છે જો કે આમ છત પોલીસ અવળા મોટો જથ્થો મળી આવતા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મરચા પાવડરમાં ભેળસેળ 9 વર્ષે સાબિત થઈ:રાજકોટમાં ઘાતક કેમિકલયુક્ત કલરની ભેળસેળ માટે મ્યુ. કોર્ટેએ વેપારીને 1 માસની જેલ અને રૂ.1,50,000નો દંડ ફટકાર્યો
    Next Article
    સતાધારમાં અંબાજી મંદિર પાસે બે સિંહના આંટાફેરા વાયરલ:​સતાધારના અંબાજી મંદિર પરિસરમાં બે સિંહો લટાર મારતા દેખાયા, સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો કેદ કરતા સોશિયલ મીડિયામાં વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment