Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતાધારમાં અંબાજી મંદિર પાસે બે સિંહના આંટાફેરા વાયરલ:​સતાધારના અંબાજી મંદિર પરિસરમાં બે સિંહો લટાર મારતા દેખાયા, સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો કેદ કરતા સોશિયલ મીડિયામાં વાયરલ

    13 hours ago

    ​જૂનાગઢના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સતાધાર ખાતે અંબાજી માતાજીના મંદિર નજીક અચાનક બે સિંહો આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં કૌતુક અને ભારે ચકચાર મચી જવા પામી હતી. સામાન્ય રીતે ગીરના જંગલ વિસ્તારમાં મુક્તપણે વિચરતા વનરાજો અવારનવાર માનવ વસવાટ કે ધાર્મિક સ્થળો નજીક આવી ચડતા હોય છે. સતાધારના અંબાજી મંદિર પરિસરની એકદમ નજીક જ રાજાશાહી ઠાઠથી લટાર મારી રહેલા બે સિંહોના દ્રશ્યો સામે આવતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ​મંદિરના પ્રાંગણ અને આસપાસના વિસ્તારમાં બે વનરાજોને નિશ્ચિંત બનીને ફરતા જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે ખુદ સિંહો પણ અંબાજી માતાજીના ચરણોમાં દર્શન કરવા માટે આવ્યા હોય. માતાજીના વાહન તરીકે ઓળખાતા સિંહને સાક્ષાત મંદિર પરિસરમાં જ જોઈને સ્થાનિકો અને દર્શનાર્થીઓ ભાવવિભોર બની ગયા હતા. આ દ્રશ્ય જોઈને ઉપસ્થિત લોકોમાં શ્રદ્ધા સાથે કૌતુકનો માહોલ સર્જાયો હતો. ​સ્થાનિક લોકોએ પોતાના ઘરો અને સુરક્ષિત સ્થળો પરથી આ અલભ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. જંગલના રાજા ગણાતા બે સિંહોની આ બેફિકર લટારના વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયા હતા. આ વાયરલ વીડિયોને લઈને લોકોમાં અને નેટીઝન્સમાં જાતજાતની ચર્ચાઓ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ​સતાધાર જેવા ધાર્મિક અને જનમેદની ધરાવતા ક્ષેત્રમાં સિંહોની આ પ્રકારે મુક્ત અવરજવરથી વન્યજીવન અને માનવ સહઅસ્તિત્વની વધુ એક અદ્ભુત અને સુંદર ઝલક જોવા મળી છે. ગીર આસપાસના વિસ્તારોમાં સિંહો અને સ્થાનિક લોકો વચ્ચે વર્ષોથી એક અનોખો પ્રેમ અને સહઅસ્તિત્વનો સંબંધ રહ્યો છે. અંબાજી મંદિર નજીક સિંહના આ આંટાફેરાથી સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા, કુતૂહલ અને ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે એક્સ્પ્લોઝીવનો મોટો જથ્થો ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે 12 હજાર જીલેટીન સ્ટિક, 4000 એક્સ્પ્લોજીવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ વાયર સાથે એક શખ્સની કરી ધરપકડ
    Next Article
    Virat Kohli's Cute Post With Anushka Sharma Leaves Fans Smiling, Couple Twinning In Special Shoes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment