Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈનને ટેકનિકલ મંજૂરી:ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી

    8 hours ago

    પાટણ શહેરની પીવાના પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ખોરસમ–સરસ્વતી પાઈપલાઈનથી સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા ટેકનિકલ મંજૂરી અપાઈ છે. પાટણ નગરપાલિકાએ શહેરની પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે રજૂઆતો કરી હતી, જે સફળ રહી છે. આ મંજૂરી મુજબ, ખોરસમ–સરસ્વતી પાઈપલાઈનમાંથી અલગ કનેક્શન લઈને સીધી સિદ્ધિ સરોવર સુધી આશરે 1260 મીટર લાંબી MS પાઈપલાઈન નાખવામાં આવશે. આ સમગ્ર કામગીરીનો અંદાજિત ખર્ચ 895.53 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આ કામગીરી માટે નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નિલમભાઈ પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન ગૌરવ કે. મોદી અને સાધનાબેન પરમાર દ્વારા ગાંધીનગરની સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરાઈ હતી. પાટણ શહેરની વધતી વસતી અને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સિદ્ધિ સરોવર સુધી પાણી પહોંચાડવાની આ યોજના ભવિષ્યના પાણી પુરવઠા માટે ઘણી મહત્વની સાબિત થશે. નગરપાલિકાએ નાગરિકોને પૂરતું અને સુવ્યવસ્થિત પીવાનું પાણી મળે તે માટે આ આયોજનને પ્રાથમિકતા આપી છે.
    Click here to Read More
    Previous Article
    કન્ટેનરના ટાયર ફરી વળતા બાઈક ચાલકનું મોત:કુંભારવાડા નારી રોડ પરથી જતા સમયે યુવકને અકસ્માત નડ્યો, પોલીસ તપાસનો ધમધમાટ
    Next Article
    બોશન ગામની વાડીમાં 9 ફૂટનો અજગર દેખાયો:ગ્રામજનોની જાણ બાદ વન વિભાગે રેસ્ક્યુ કરી મહોબતપરાના જંગલમાં છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment