Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મનપાની સાંસ્કૃતિક શાખામાં 89 બિલ મૂકી 2.87 કરોડ રૂપિયા ઉપાડી લીધા, હવે હિસાબ મળતો નથી

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ કામો અલગ અલગ શાખાઓને સોંપવામાં આવે છે. આ પૈકી કાર્યક્રમો, ઉજવણીઓ સહિતની કામગીરી સાંસ્કૃતિક શાખાને આપવામાં આવી છે. આ શાખાના ઓડિટ દરમિયાન 2.87 કરોડ રૂપિયા બારોબાર ઉપાડી લેવાનો પર્દાફાશ ઓડિટ રિપોર્ટમાં થયો છે. 2017-18માં થયેલી આ ગેરરીતિ વિશે મનપા અને શહેરી વિકાસ વિભાગને ગત વર્ષે પત્ર લખવામાં આવ્યો હતો પણ જવાબ આવ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2017-18ના નાણાકીય વર્ષમાં સાંસ્કૃતિક શાખાએ આકસ્મિક ખર્ચના નામે અલગ અલગ 89 બિલ હિસાબી શાખામાં મૂક્યા હતા. આ તમામ બિલની રકમ 2,87,72,296 રૂપિયા થવા જાય છે. આ રકમ ઉપાડી લીધા બાદ ખરેખર ક્યાં ખર્ચ કર્યો, કઈ પાર્ટીને કે એજન્સીને પૈસાની ચૂકવણી કરવામાં આવી, કેટલી બચત થઈ, ક્યા બિલમાં સરભર કરવામાં આવી સહિતની કોઇ બાબતો બાદમાં હિસાબી શાખાને આપવામાં આવી ન હતી. આ કારણે હિસાબી ચોપડામાં આકસ્મિક ખર્ચ તરીકે જ ઉલ્લેખ છે. ઓડિટ રિપોર્ટમાં આ નાણાકીય ગેરરીતિને ગંભીર ગણવામાં આવી છે અને તેનો જવાબ માગવામાં આવ્યો હતો. જેને લઈને 2025માં શહેરી વિકાસ વિભાગ અને મનપાને પણ આ બાબતે પત્ર લખાયો હતો. જોકે તેનો કોઈ જવાબ આવ્યો નથી તેથી લગભગ 3 કરોડ રૂપિયા જેટલી રકમનો કાર્યક્રમ કોણ કરી ગયું તે તપાસનો વિષય બન્યો છે. ગુજરાત તિજોરી નિયમો મુજબ 3 મહિનામાં કરવો પડે હિસાબ સરભર મનપાની સાંસ્કૃતિક શાખા મારફત અલગ અલગ ખર્ચને પહોંચી વળવા માટે આકસ્મિક ખર્ચ તરીકેનું બિલ હિસાબી શાખામાં રજૂ કરીને ઉપાડ લેવામાં આવે છે. આ માટે આકસ્મિક ખર્ચનું રજિસ્ટર પણ નિભાવવાનુ રહે છે. બાદમાં તમામા હિસાબ બિલ સાથે રજૂ કરી હિસાબ સરભર કરવાનો હોય છે. ગુજરાત તિજોરી નિયમો 2000ના ભાગ 1 પ્રકરણ 9માં દર્શાવ્યા મુજબ ત્રણ માસની અંદર ઉચ્ચક ખર્ચ માટે લીધેલા નાણાંનો હિસાબ પેટા વાઉચર સાથે રજૂ કરવાનો હોય છે. જોકે 2017-18માં આવા ઉચ્ચક ખર્ચના 89 બિલ કે જેની રકમ 2.87 કરોડ જેટલી થાય છે તેના કોઇ હિસાબ, વાઉચર જમા કરાવ્યા જ નથી.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક નિર્ણય‎:નાડોદા રાજપૂત સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચે બનશે
    Next Article
    મંડે પોઝિટીવ:ઝાલાવાડની જમીનનો હેલ્થ રિપોર્ટ આ વર્ષે સર્વાધિક 20,230 કાર્ડ ઇશ્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment