Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:ઝાલાવાડની જમીનનો હેલ્થ રિપોર્ટ આ વર્ષે સર્વાધિક 20,230 કાર્ડ ઇશ્યૂ

    10 hours ago

    ઝાલાવાડમાં આ વર્ષે 578 ગામમાંથી 20,230 સ્થળેથી માટીના નમુના એકત્ર કરી રિપોર્ટના આધારે હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા છે. આ આંકડામાં ગત વર્ષ કરતાં 8 હજારનો વધારો થયો છે. જમીનમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ફળદ્વુપતાને અસર થઇ રહી છે. તેવામાં જિલ્લાના ખેડૂતોને પોતાની જમીનના પોષક તત્વો અંગે જાણકારી મળી રહે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય તે હેતુથી જમીન ચકાસણી માટેના નમુના લેવાયા હતા. જમીન ચકાસણી પ્રયોગ શાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાએ જણાવ્યું કે જિલ્લાના દરેક ગામોના સેમ્પલ લેવાયા હતા, જેમાં ખેતરમાં ૧૫ સેમી ખાડો કરી જમીનનું તળ કાઢી નમૂના લેવાય છે. જેના હેલ્થ કાર્ડ આવતા ૨૦,૨૩૦ સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યુ કરી ૧૦૦% કામગીરી કરાઈ રહી છે. તાલુકાવાર નમૂનાઓનું પરીક્ષણ: દસાડા તાલુકો ૩૧૧૫ નમૂનાઓના પરીક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે. હેલ્થકાર્ડ એટલે જમીનનો એક્સરે, સિટી સ્કેન હેલ્થ કાર્ડમાં જમીનમાં 15 સેમીનો ખાડો કરી જમીનમાં ઉપલબ્ધ 12 પોષકતત્વો, ગૌણતત્વો અને સુક્ષ્મ તત્વોના પ્રમાણનો ખ્યાલ આવે છે. જમીન વિદ્યુત વાહકતા અને પીએચ હાઇડ્રોજન આયનની સાંદ્રતા, અગાઉ કયો પાક લીધો સેન્દ્રીય, રાસાયણીક ખાતરો, કેટલાસુક્ષ્મ તત્વો આપવા તેની ભલામણો દર્શાવી હોય છે. જેનાથી ખાતરનો બિનજરૂરી ઉપયોગ અટકે, પાકઉત્પાદન ખર્ચ ઘટે પોષક તત્વોના સમતોલ ઉપયોગથી ટકાઉ ખેતી થાય છે. ખાતર વપરાશમાં 8થી 10 ટકાનો ઘટાડો અમો જીરૂ, કપાસ, ઘઉં સહિત પાકોનુ વાવેતર કરીએ છીએ સોઇલ હેલ્થ કાર્ડ કઢાવવાથી આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન કરવાથી ઉત્પાદનમાં ફેરફાર આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે પાક ઉત્પાદનમાં અંદાજે 10થી 20% સુધીનો વધારો થઈ શકે છે. ખાતરના વપરાશમાં ઘટાડો થવાથી ખેતીના કુલ ખર્ચમાં 8% થી 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. > રાજભા ઝાલા, વઢવાણ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મનપાની સાંસ્કૃતિક શાખામાં 89 બિલ મૂકી 2.87 કરોડ રૂપિયા ઉપાડી લીધા, હવે હિસાબ મળતો નથી
    Next Article
    તસ્કર ટોળકી સક્રિય બની:2 કલાકમાં 3 સ્થળે રોકડ, ઘરેણા મળી 4.84 લાખની ચોરી : હેન્ડલલોક તોડી બાઇક ચોર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment