Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કર ટોળકી સક્રિય બની:2 કલાકમાં 3 સ્થળે રોકડ, ઘરેણા મળી 4.84 લાખની ચોરી : હેન્ડલલોક તોડી બાઇક ચોર્યું

    9 hours ago

    સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂ.4.84,600ની ચોરી થતાં સિટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. સોસાયટીના સીસીટીવીમાં 4 શખસો કેદ થયા છે. પોલીસે ડોગસ્કવોડ, એફએસએલની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના અને હાલ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ, ઉમિયા ટાઉનશીપ-1, શેરી નં.6/બીમાં રહેતા તેમજ કન્ટ્રકશનનું કામ કરતા 29 વર્ષના ભરતભાઈ કરશનભાઇ પરમારે સિટી બીડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે, 4 અજાણ્યા શખસો ભેગા મળી મારા બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટ તથા પેટી પલંગમાં રહેલા કુલ રોકડ રૂ. 2,10,000, સોનાના દાગીના કિંમત રૂ. 1,80,000 વજન અંદાજે 36.64, તથા ચાંદીના દાગીના રૂ. 26,600ની કિંમતના વજન અંદાજે 492 ગ્રામની ચોરી કરી હતી. આ ઉપરાંત તેમની શેરીમાં રહેતા વાલજીભાઈના ઘરેથી રૂ. 40,000ની કિંમતનું બાઇક તેમજ શિલ્પાબેનના મકાનમાંથી રોકડા રૂ. 25,000 સહિત કુલ રૂ.4,84,600ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. બનાવમાં 4 અજાણ્યા શખસ, તપાસમાં ખૂલે તે તમામ સામે ગુનો નોંધી PSI એમ.એચ. પઠાણ તપાસ ચલાવે છે. બનાવના મૂળ સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, ફિન્ગર પ્રિન્ટ સહિતની તપાસનો પોલીસ ઘટના બની તે શેરીથી પાછળની શેરી સુધી અડધે ગયુ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. પોલીસ પેટ્રોલીંગના કલાક બાદ તસ્કરો ઘૂસ્યા સુરેન્દ્રનગરમાં પેટ્રોલિંગ રાત્રિના સમયે નિમયિત હોય છે. મકાન માલિકના ભાઇ રાત્રે સવા એક વાગ્યાના સમયે ઘર આવતાં પેટ્રોલીંગની કાર મળી હતી. જ્યારે રાત્રિના 2 વાગે સીસીટીવીમાં 4 શખસો સોસાયટીમાં ફરતા દેખાય છે. બીજુ કે 3 કિમી દૂર બી-ડિવિઝન પોલીસ મથક પણ આવેલું છે. દીકરાનો જન્મ થતાં વતન રહેવા ગયા હતા મારા પત્નીને 18 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો હતો. અહીં સુરેન્દ્રનગર ખાતે તેની કોઇ દેખરેખ વાળુ ન હોય મારી પત્ની વતન વાડલા ગામે હતા. હુ રોજ મારા કામ ધંધા માટે સુરેન્દ્રનગર આવતો અને સાંજે વાડલા જતો રહેતો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે. > ભરતભાઈ કરશનભાઇ પરમાર, ભોગ બનનાર
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ઝાલાવાડની જમીનનો હેલ્થ રિપોર્ટ આ વર્ષે સર્વાધિક 20,230 કાર્ડ ઇશ્યૂ
    Next Article
    Oscars 2026: Priyanka Chopra looks resplendent in white gown as she makes red carpet appearance with Nick Jonas. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment