Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રના કન્યા કેળવણીના ભીષ્મપિતા અને પૂર્વ સાંસદ શિવલાલ વેકરીયાનું નિધન:અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘના સ્થાપકનું 89 વર્ષની વયે દુ:ખદ અવસાન

    6 hours ago

    સૌરાષ્ટ્ર પંથકમાં સાદગીના પ્રતીક, સમાજ માટે સમર્પિત જીવન જીવનાર અને કન્યા કેળવણીના અગ્રેસર એવા રાજકોટના પૂર્વ સાંસદ તથા અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘ - ભારતના સ્થાપક પ્રમુખ શિવલાલભાઈ નાગજીભાઈ વેકરીયાનું આજે તારીખ 10 નવેમ્બર, 2026 ને મંગળવારના રોજ બપોરે 1:30 વાગ્યે 89 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. જેને લઈને રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. બે ટર્મ સાંસદ રહીને લોક કલ્યાણના અનેક કાર્યો પાર પાડ્યા શિવલાલભાઈ વેકરીયાનો જન્મ રાજકોટ જિલ્લાના મોટાવડા ગામે થયો હતો. તેમણે જાહેર જીવનમાં રહીને દેશ અને સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે સક્રિય રહ્યા હતા અને ગુજરાત રાજ્યમાં ભાજપના મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ 9મી અને 10મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સંસદમાં લોકપ્રતિનિધિ તરીકે પ્રજાનો અવાજ બુલંદ કર્યો હતો. બે ટર્મ સુધી સાંસદ રહીને તેમણે સંસદીય ક્ષેત્રે લોકકલ્યાણના અનેક કાર્યો પાર પાડ્યા હતા. અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘની સ્થાપના કરી હતી રાજકારણ ઉપરાંત સામાજિક ઉત્થાન અને શૈક્ષણિક પ્રસારમાં તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કન્યા કેળવણીને વેગ આપવામાં અને દીકરીઓને શિક્ષિત કરવાના અભિયાનમાં તેઓ ખૂબ અગ્રેસર રહ્યા હોવાથી તેમને 'કન્યા કેળવણીના ભીષ્મપિતા' તરીકે સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે. સમાજને સંગઠિત કરવાના ઉમદા હેતુથી તેમણે અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ તરીકે લાંબો સમય સેવાઓ આપીને સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યું હતું. તેમનું સમગ્ર જીવન સાદગી, સંયમ અને નિઃસ્વાર્થ જનસેવા માટે સમર્પિત હતું.
    Click here to Read More
    Previous Article
    UGVCLમાં આચરાયેલા પ્રમોશન-નવી પોસ્ટ ઉભી કરવાના કૌભાંડમાં નવો ખુલાસો:પૂર્વ AGMની સરકાર સમક્ષ કબુલાત, GUVNLના વડા તરફથી કોઈ કાર્યવાહી ન થતા જાતજાતની ચર્ચા
    Next Article
    ઈકો વાને રસ્તાની બાજુમાં ઊભેલા પરિવારને અડફેટે લીધા:દંપતી અને બે પુત્રીઓ ઈજાગ્રસ્ત, ગોધરા-લુણાવાડા હાઈવે પર છબનપુર નજીક અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment