Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGVCLમાં આચરાયેલા પ્રમોશન-નવી પોસ્ટ ઉભી કરવાના કૌભાંડમાં નવો ખુલાસો:પૂર્વ AGMની સરકાર સમક્ષ કબુલાત, GUVNLના વડા તરફથી કોઈ કાર્યવાહી ન થતા જાતજાતની ચર્ચા

    5 hours ago

    UGVCL-ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં, પરસોનેલ ઓફિસર(PO)ની પોસ્ટ બાબતે આચરવામાં આવેલ બઢતી કૌભાંડનો વિગતવાર અહેવાલ 28 જૂને દિવ્યભાસ્કર ડીજિટલમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ ઉક્ત બઢતી કૌભાંડને UGVCLના પૂર્વ એડિશનલ જનરલ મેનજર(AGM-HR) એ.સી.પ્રજાપતિના પત્રએ સમર્થન આપ્યું હતું, જેમાં, સરકારની પૂર્વ મંજૂરી વગર અયોગ્ય પદ્ધતિથી ઉભી કરેલી POની બે જગ્યાઓને રદ કરવા માટે થયેલ મિટિંગો, GUVNLની સૂચના અને 1 એપ્રિલ 2021નો પત્ર તેમજ તત્કાલીન MDની સલાહ મુજબ મુકેલ ગુપ્ત ફાઇલ ગાયબ કરાઈ હોવા અંગેના સનસનાટીભર્યાં ખુલાસા કરતાં પત્રનો અહેવાલ તા.8 ઓક્ટોબર, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયો હતો. પત્ર લખાયા બાદ પણ તપાસનો આદેશ ન અપાયાનો આક્ષેપ UGVCLના પૂર્વ AGM-HR એ.સી.પ્રજાપતિએ આ પત્ર ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, GUVNLના MD, UGVCLના MD, PMOવગેરેને પણ મોકલ્યો હતો. આમછતાં, આ પ્રકરણની "તટષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વતંત્ર તપાસ" માટે કોઈ સ્પષ્ટ આદેશ થયા જણાતાં નથી. ફક્ત PMOPG મારફત મળેલ ઉક્ત રજૂઆત સામે UGVCLના હાલના AGM-HR વી.એચ.અસારીએ પૂર્વ AGM-HR પ્રજાપતિને ગોળ-ગોળ જવાબ લખ્યો છે. જેમાં,2018માં સરકારના જ નિયમોને નેવે મૂકી, સરકારની પૂર્વમંજૂરી લીધા વગર, POની વધારાની નવી બે પોસ્ટ ઉભી કરી બારોબાર પ્રમોશન આપવા બાબતના ભ્રષ્ટાચાર અંગે પત્રમાં જણાવે છે કે, "વર્ષ 2018માં સંસ્થાના પ્રસ્થાપિત નિયમ અને પ્રણાલી તેમજ ડેલીગેશન ઓફ પાવરને ધ્યાને લઇ સક્ષમ અધિકારીની મંજૂરીથી પરસોનેલ ઓફિસરની જગ્યા જે તે સમયે મંજૂર કરવામાં આવેલ છે." હાલના AGM-HR અસારીના આ ગોળ-ગોળ જવાબ સામે, પૂર્વ AGM-HR પ્રજાપતિએ 15 ઓક્ટોબરે જવાબ લખી તેમાં "બેનામી ફરિયાદ, CTG, CPF Claim Form અને PO ની પોસ્ટ ઉભી કરવા" બાબતે થયેલ ગંભીર ભૂલ બાબતે વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, PMOPG મારફત મળેલ મારી રજૂઆત સંદર્ભે અસારી દ્વારા 7 ઓક્ટોબર, 2026ના રોજ ખોટી રીતે પ્રત્યુત્તર આપીને સંસ્થા, સમાજ અને સરકારશ્રીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. UGVLCના પૂર્વ AGM-HRએ પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા પ્રજાપતિએ સરકાર, GUVNL તેમજ UGVCLવગેરે તમામને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે મારા સર્વિસ સમય દરમ્યાન 2018માં HR વિભાગમાં નવી જગ્યાઓ ઉભી કરીને PO(પરસોનેલ ઓફિસર)નું પ્રમોશન આપવામાં આવેલ, જે એક ગેરસમજના લીધે થયેલી ગંભીર ભૂલ હતી.આ પત્રમાં ઘટસ્ફોટ કર્યો છે કે, "વર્તમાન GM-HR GUVNL (એટલે કે, વડોદરા ખાતે આવેલ GUVNLના હાલના General Manager(HR). મતલબ કે, ગુજરાતની તમામ વીજ કંપનીઓના ટૉપ મોસ્ટ HR Head), GUVNLની ઉક્ત HR Heads ની રૂબરૂ મિટિંગમાં સામેલ હતા અને આ બાબતથી તેઓ બિલકુલ વાકેફ છે. તેમછતાં તેઓ, તેમની જ કચેરી GUVNLની સૂચનાઓનો અમલ ન કરનાર UGVCLમાં અયોગ્ય પધ્ધતિથી ઉભી કરેલ PO ની વધારાની પોસ્ટ બાબતે શા માટે નિષ્ક્રિય રહી મૌન સેવી રહ્યા છે ? GUVNL ના હાલના MD શાલીની અગ્રવાલ, કેમ 1 એપ્રિલ 2021ના પત્રના અમલ કરી રિપોર્ટ કરવા તમામ વીજકંપનીઓને સ્મૃતિપત્ર પાઠવવા આદેશ કરતાં નથી? પત્રના અંતે પ્રજાપતિએ એક ખાસ નોંધનીય હકીકત રજૂ કરી છે કે, "UGVCL સિવાય અન્ય કંપનીઓમાં(અગાઉ PGVCL અને નજીકના ભૂતકાળમાં DGVCL ખાતે) GUVNLની ઉપયુક્ત લેખિત સુચનાનું પાલન કરવામાં આવ્યું છે અને અધિકારીઓને આ રીતે પૂર્વ મંજૂરી વગર ઉભી કરેલ પોસ્ટો પર આપવામાં આવેલ ચાર્જ કે પ્રમોશન પરત લેવામાં આવેલ છે. જ્યારે UGVCL મેનેજમેન્ટ દ્વારા PO ની આ વધારાની ઉભી કરેલ જગ્યા પર આપવામાં આવેલ પ્રમોશન બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને મારી નિવૃત્તિ બાદ આ ભૂલને સુધારવાને બદલે તેને છૂપાવવાના હેતુથી POને, સ્થાપિત નિયમોથી બિલકુલ વિપરીત (Expired Selection List માંથી) DGM તરીકેનું પ્રમોશન આપી દેવામાં આવેલ છે. આમ, પૂર્વ AGM-HR પ્રજાપતિના જવાબથી સ્પષ્ટ થાય છે કે સરકારની પૂર્વ મંજુરી વગર ઉભી કરેલ PO ની પોસ્ટો ખોટી રીતે નિયમ વિરૃદ્ધ ઉભી કરેલ હતી અને GUVNL 1 એપ્રિલ 2021ના પરિપત્ર મુજબ તેને રદ્દ કરવાની થાય છે.
    Click here to Read More
    Previous Article
    10 से 25 हजार में सबसे तगड़े 5G Phone | Smartphones under 25k | Redmi 14C 5G| Moto G37|Redmi 17 5G
    Next Article
    સૌરાષ્ટ્રના કન્યા કેળવણીના ભીષ્મપિતા અને પૂર્વ સાંસદ શિવલાલ વેકરીયાનું નિધન:અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘના સ્થાપકનું 89 વર્ષની વયે દુ:ખદ અવસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment