Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઠી અને ઉના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ:રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ, હજી પણ 8 ટકાની ઘટ; આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    11 hours ago

    રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અમરેલીના લાઠી અને ગીર સોમનાથના ઉના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, હજી પણ 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 77 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ નડિયાદમાં 61 મિમી નોંધાયો. અમરેલીના લાઠી શહેર-ગ્રામ્યમાં ભારે પવન સાથે વરસાદ અમરેલી જિલ્લામા લાઠી શહેર સહિત સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાઠી ઉપરાંત દામનગર, ઠાંસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસી રહેલા આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. ખેતરોમાં ઉભેલા પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને અગાઉ વરસાદના વિરામને કારણે પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી, ત્યારે સતત બીજા દિવસે પડેલા વરસાદથી પાકને જરૂરી ભેજ મળી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત 89 ટકા,. ઉત્તર ગુજરાત 71 ટકા, સૌરાષ્ટ્ર 68 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદની ઘટ રાજ્યમાં આજની તારીખે 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીં તો 22 ટકા વરસાદની ઘટ છે.
    Click here to Read More
    Previous Article
    મા બન્યા પછી પહેલા જેવી બોડીની અપેક્ષા શા માટે?:માત્ર કેટરિના કૈફ જ નહીં, ઐશ્વર્યા રાય, કરીના કપૂર સહિત અનેક અભિનેત્રીઓ પણ ટ્રોલ થઈ
    Next Article
    ચલાલામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:તડાકા-ભડાકા સાથે વરસતા ખેડૂતોમાં ખુશી, પાકને ફાયદો થવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment