Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિયામી બન્યું અબજોપતિઓનો નવો ગઢ:અમેરિકાનું નવું 'દુબઈ' ; 870 કરોડના પેન્ટહાઉસ અને 1,000 ફૂટ ઊંચા ટાવર

    2 days ago

    ગાડી રાખવા માટે લિફ્ટ, 80મા માળે સ્વિમિંગ પૂલવાળા બેકયાર્ડ, સોના-આરસપહાણથી સજાવેલા ટાવર અને હેલિપેડ. આ કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનો સેટ નથી, પરંતુ અમેરિકાના મિયામી શહેરનો નવો નજારો છે. ક્યારેક દરિયાકિનારા અને નાઇટલાઇફ માટે જાણીતું મિયામી આજે દુનિયાભરના અબજોપતિઓ અને લક્ઝરી ડેવલપર્સનું ‘પ્લેગ્રાઉન્ડ’ બની ગયું છે. ઇતિહાસમાં પહેલીવાર મિયામી, ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા દિગ્ગજોને પાછળ છોડીને અમેરિકાનું બીજું સૌથી મોંઘું મહાનગર બની ગયું છે. તાજેતરમાં 950 ફૂટ ઊંચા ‘સિપ્રિયાની રેસિડેન્સીસ’એ મિયામીની સૌથી ઊંચી ઇમારતનો ખિતાબ મેળવ્યો હતો, પરંતુ આ બાદશાહત માત્ર થોડા મહિનાની છે. આ વર્ષના અંત સુધીમાં 1,049 ફૂટ ઊંચું ‘વોલ્ડોર્ફ એસ્ટોરિયા’ તેને પાછળ છોડીને શહેરનું પહેલું ‘સુપરટોલ’ (984 ફૂટથી ઊંચું) બની જશે. મિયામીના આકાશને સ્પર્શવાની આ સ્પર્ધામાં ડોલ્ચે એન્ડ ગબાના, બેન્ટલી અને લેમ્બોર્ગિની જેવી વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ્સ પણ મેદાનમાં ઉતરી ચૂકી છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતોના મતે કોવિડ-19 મહામારી પછી અમેરિકાના ધનકુબેરોએ ઓછા ટેક્સ અને ઉદાર કાયદાવાળા ફ્લોરિડા રાજ્ય તરફ વળ્યા. શિકાગોથી સિટાડેલ ગ્રુપના પ્રમુખ કેન ગ્રિફિનના હેડક્વાર્ટર શિફ્ટ કર્યા પછી માર્ક ઝકરબર્ગ, પીટર થીલ અને લેરી પેજ જેવા દિગ્ગજોએ અહીં પોતાના ઠેકાણા બનાવ્યા. ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીથી લઈને ટોની રોબિન્સ સુધીના લોકોએ અહીં કરોડો ડોલરના પેન્ટહાઉસ ખરીદ્યા છે. 2010 થી 2022 ની વચ્ચે ફ્લોરિડામાં કરોડપતિઓની સંખ્યા ચાર ગણી વધી ગઈ. આ જ કારણ છે કે નાણાકીય જગતમાં હવે મિયામીને ‘વોલ સ્ટ્રીટ સાઉથ’ કહેવામાં આવી રહ્યું છે. જોકે, સ્વિસ ઇન્વેસ્ટમેન્ટ બેંક યુબીએસએ મિયામીને વિશ્વભરમાં ‘રિયલ એસ્ટેટ બબલ’ની યાદીમાં સૌથી ઉપર રાખ્યું છે. ગલ્ફ જેવી ચમક, પણ અહીં જમીન ધસી રહી છે મિયામીમાં અચાનક આવેલા આ બદલાવ પર યુનિવર્સિટી ઓફ મિયામીના આર્કિટેક્ચર પ્રોફેસર જીન-ફ્રાંસ્વા લેજ્યુન કહે છે, 'આ શહેરનો વિકાસ નથી, પરંતુ સીઈઓ પાવરનું પ્રદર્શન છે.' જ્યાં અબજોપતિઓ માટે 90મા માળે ખાનગી બગીચાઓ છે, ત્યાં સામાન્ય રહેવાસીઓ માટે આવકની અસમાનતાની ખાઈ વધી રહી છે. મિયામી યુનિવર્સિટીના 2024ના અભ્યાસ મુજબ, મિયામી બીચથી ગોલ્ડ બીચ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં બનેલી ડઝનબંધ લક્ઝરી બહુમાળી ઇમારતો દર વર્ષે 3 ઇંચ સુધી ધસી રહી છે. અમેરિકી શહેરની રેસ - કયું કેટલું મોંઘું? સેન ફ્રાન્સિસ્કો અમેરિકાનું સૌથી મોંઘું શહેર મિયામી - ન્યૂયોર્કને પછાડીને બીજા નંબર પર ન્યૂયોર્ક - ત્રીજા સ્થાને સરક્યું
    Click here to Read More
    Previous Article
    ક્વોન્ટાસના પ્રોજેક્ટ સનરાઇઝની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયા પહોંચી:ફ્રાન્સથી 19 કલાકની ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો; ઓક્ટોબર 2027થી શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ્સ
    Next Article
    સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ:લખતરમાં 8 ઇંચ અને પાટડીમાં 6 ઇંચ વરસાદ, ખારાઘોડાથી લીંબડી સુધી પૂર જેવી સ્થિતિ, ખારાઘોડાનું મીઠા ઉદ્યોગનું હબ સંપર્કવિહોણું; ઓળક ગામેથી 27 લોકોનું રેસ્ક્યૂ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment