Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ:લખતરમાં 8 ઇંચ અને પાટડીમાં 6 ઇંચ વરસાદ, ખારાઘોડાથી લીંબડી સુધી પૂર જેવી સ્થિતિ, ખારાઘોડાનું મીઠા ઉદ્યોગનું હબ સંપર્કવિહોણું; ઓળક ગામેથી 27 લોકોનું રેસ્ક્યૂ

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ખારાઘોડા ગામ દેશના સૌથી મોટા મીઠા ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી રેલવે વેગન મારફતે સમગ્ર ભારત તેમજ નેપાળ સુધી મીઠાની નિકાસ થાય છે, જ્યારે ટ્રકો દ્વારા દેશના અનેક રાજ્યોમાં મીઠું પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં પાટડી પંથકમાં પડેલા અંદાજે 6 ઇંચ વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ખારાઘોડા તરફ જતો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. પરિણામે ગામ સંપર્કવિહોણું બન્યું અને મીઠાની નિકાસ પણ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ. લખતરના ઓળક ગામેથી 27 લોકોનું રેસ્ક્યૂ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલા બચાવ અભિયાનમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 27 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લખતરમાં 8 ઇંચ અને પાટડીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઓળક ગામના પરા વિસ્તાર અને નીચાણવાળા ભાગોમાં અચાનક પાણી ભરાઈ જતાં કેટલાક લોકો ફસાયા હતા. માહિતી મળતા જ વહીવટી તંત્ર સક્રિય થયું હતું. પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, ટી.ડી.ઓ. અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મહાનગરપાલિકાની ફાયર ટીમે બોટ સાથે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરીમાં 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકો સહિત કુલ 27 લોકોને પૂરના પાણીમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવવામાં આવેલા તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડીને હાલ તેમના સગાસંબંધીઓના ઘરે આશ્રય આપવામાં આવ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલું આ ઓપરેશન વહેલી સવારે 4 કલાકે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ખારાઘોડા નજીક કાર તણાઈ, ચારેય મુસાફરોને જીવતા બચાવાયા મોડી રાત્રે પાટડી-ખારાઘોડા માર્ગ પર પાણીના જોરદાર પ્રવાહમાં ચાર વ્યક્તિઓ સાથેની કાર તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ, નગરપાલિકાનો સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ચારેય લોકોને અર્ધબેભાન હાલતમાં બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. બજાણા પુલ પર પાણી ફરી વળતાં માલવણ-બેચરાજી હાઈવે પાંચ કલાક બંધ માલવણ-બેચરાજી હાઈવે પર આવેલા બજાણા પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો હતો. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને પાંચ કલાકથી વધુ સમય સુધી હાઈવે બંધ રહેતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લીંબડીના ધલવાણામાં રક્ષક બંધ તૂટતાં ખેતરોમાં પાણી ઘૂસ્યા લીંબડી તાલુકાના ધલવાણા ગામમાં સતત વરસતા વરસાદ અને ઉપરવાસના પાણીના પ્રવાહને કારણે સીમ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગામના રક્ષક બંધ અને પ્રોટેક્શન પાળાઓ અનેક સ્થળોએ તૂટી જતાં પાણી સીધું ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું હતું, જેના કારણે મોટા પાયે પાકને નુકસાન થયું છે. શિયાણીમાં મકાનની દિવાલ ધરાશાયી, જાનહાનિ ટળી લીંબડી તાલુકાના શિયાણી ગામમાં રાત્રિના સમયે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. સ્થાનિકોએ સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. લીલાપુર ગામ બંને બાજુથી પાણીમાં ઘેરાતાં સંપર્કવિહોણું બન્યું લખતર તાલુકાના લીલાપુર ગામમાં ભારે વરસાદને કારણે એક તરફ રેલવે અંડરબ્રિજ અને બીજી તરફ ઉમઈ નદીમાં પાણી ભરાઈ જતાં ગામનો બહાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઉમઈ નદીમાં પાણી વધતાં કારેલા, સવલાણા અને ઇંગરોળી સહિતના ગામોનો વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોને રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલવણમાં ઘરમાં પાણી ઘૂસતાં મકાન ધરાશાયી, પરિવારની ઘરવખરી કાટમાળ નીચે દટાઈ પાટડી તાલુકાના માલવણ ગામમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. એક મકાન વરસાદી પાણીના કારણે ધરાશાયી થઈ ગયું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સમગ્ર ઘરવખરી કાટમાળ નીચે દટાઈ જતાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. માનાવાડામાં ઘરોમાં પાણી ભરાતાં લોકોની હાલત કફોડી દસાડા તાલુકાના માનાવાડા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી કઠેચી ગામે તળાવ ફૂટ્યું, લોકોનું સ્થળાંતર શરૂ લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામમાં ગામ તળાવની પાળ તૂટી જતાં પાણીનો જોરદાર પ્રવાહ ગામ તરફ વળ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તંત્રની સૂચનાને પગલે લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. વાંસલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ વાંસલ ડેમ 0.01 મીટરના લેવલથી ઓવરફ્લો થતાં ચુડા અને ગોખરવાળા સહિતના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદીમાં અવરજવર ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ માલમિલકતને સલામત સ્થળે ખસેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, શાળાઓમાં રજા અને રેસ્ક્યુ કામગીરી તેજ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું કે લખતર અને દસાડા તાલુકામાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓને રજાના દિવસોમાં પણ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ઓળક ગામમાંથી 27 લોકોને અને ભાસ્કરપરા ગામમાંથી 10 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોઝવે ઉપર પાણી ફરી વળતાં ત્રણ મુખ્ય માર્ગો અને પંચાયત હસ્તકના દસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના વાંસલ ડેમ 100 ટકા અને ધોળીધજા ડેમ 89 ટકા ભરાઈ ચૂક્યા હોવાથી નીચાણવાળા વિસ્તારોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. સાથે જ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની ટીમો પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. જુઓ સુરેન્દ્રનગરમાં વરસાદથી તરાજીની તસવીરો:
    Click here to Read More
    Previous Article
    મિયામી બન્યું અબજોપતિઓનો નવો ગઢ:અમેરિકાનું નવું 'દુબઈ' ; 870 કરોડના પેન્ટહાઉસ અને 1,000 ફૂટ ઊંચા ટાવર
    Next Article
    શહેરના સેક્ટર-14માં પ્રથમ વરસાદે જ સ્માર્ટ ગટરો ઉભરાઈ:કરોડોના ખર્ચે બનેલા રિચાર્જ વેલ યોગ્ય લેવલિંગના અભાવે નકામા સાબિત થયા, પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment