Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવેની વિન્ડમિલથી પ્રથમ મેગા સિદ્ધિ:87 વેગન સાથે 306 કિમીનું અંતર કાપી મેળવી 40 લાખની માતબર આવક

    3 days ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલસામાનના પરિવહન ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. જામનગર પાસે આવેલા વિન્ડમિલ સ્ટેશનથી પ્રથમ લોંગ-હોલ "મેગા માલગાડી" નું સફળ સંચાલન કરીને રેલવેએ ઓપરેશનલ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રયોગ દ્વારા રેલવેએ માત્ર સમયની જ બચત નથી કરી, પરંતુ અંદાજે 40 લાખની આવક પણ મેળવી છે. 87 વેગન અને બે રેકનું અનોખું સંયોજન આ મેગા ટ્રેનની વિશેષતા એ હતી કે તેને બે અલગ-અલગ માલગાડીઓને જોડીને તૈયાર કરવામાં આવી હતી. કુલ 87 વેગન ધરાવતી આ ટ્રેનના પ્રથમ વિભાગમાં 45 કન્ટેનર વેગન અને બીજા વિભાગમાં 42 કવર્ડ વેગન સામેલ હતા. આ પ્રકારના સંકલિત માળખાને કારણે એક જ ફેરામાં મોટા જથ્થામાં માલની હેરફેર શક્ય બની છે, જેનાથી રેલવેના ટ્રેન પાથની જરૂરિયાત ઘટી છે. સિંગલ ક્રૂ ઓપરેશન અને ઝડપી મુસાફરી સામાન્ય રીતે બે માલગાડીઓ માટે બે અલગ-અલગ ક્રૂ (સ્ટાફ) ની જરૂર પડે છે, પરંતુ આ 306 કિમી લાંબી મુસાફરી દરમિયાન સમગ્ર ટ્રેનનું સંચાલન માત્ર એક જ ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું. 24 માર્ચ, 2026 ના રોજ વિન્ડમિલથી નીકળેલી આ ટ્રેન અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી પહોંચી હતી. આ અંતર ટ્રેને 30.50 કિમી/કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું. રેલવે અને અર્થતંત્રને થતા મોટા ફાયદા લોંગ-હોલ ટ્રેનોના સંચાલનથી લાઇન ક્ષમતામાં વધારો થાય છે અને ટ્રાન્ઝિટ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ઓછા સ્ટોપેજ અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગને કારણે રેલ પરિવહન વધુ સ્પર્ધાત્મક અને ખર્ચ-કાર્યક્ષમ બન્યું છે. રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિને ભારતીય રેલવેના આધુનિકીકરણ અને દેશના આર્થિક વિકાસમાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના મહેતાપુરામાં 42મી રામનવમી શોભાયાત્રા યોજાઈ:ત્રિવેણી વિદ્યાલયથી શરૂ થઈ રામજી મંદિરે યાત્રાનું સમાપન
    Next Article
    વડોદરાથી યુપી જતી સ્પેશિયલ ટ્રેનો લંબાવાઈ:ગોરખપુર અને મઉની સાપ્તાહિક ટ્રેનો હવે જુલાઈ 2026 સુધી દોડશે, બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment