Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:લોક અદાલત અકસ્માતમાં મોતને ભેટેલાના પરિજનોને 86 કરોડ ચૂકવાયા, ચેક બાઉન્સમાં રૂ. 384 કરોડના સમાધાન

    10 hours ago

    લોક અદાલતનો હેતુ માત્ર કેસનો ઝડપી નિકાલ નથી, પરંતુ પક્ષકારોને ન્યાય અપાવવાનો પણ છે અને છેલ્લી પાંચ લોક અદાલતમાં તે ફળિભૂત થયું હોય એમ લાગી રહ્યુ છે. ખાસ કરીને એવા પરિવાર જેમના પરિજનો અકસ્માત મોતને ભેટે છે તેઓના પરિવાર માટે તો લોક અદાલત સંજીવની પુરવાર થઈ છે. મુખ્ય કમાનાર જ્યારે ન હોય ત્યારે ઘર ચલાવવું અઘરુ બની જાય છે અને આ સ્થિતિમાં અકસ્તામ ધારા હેઠળના કેસનો ઝડપી નિકાલ થતા બાળકોની શિક્ષણ ફી, ભરણપોષણ, માતા-પિતાની દેખરેખ સહિત અનેક ખર્ચાઓમાં આસાની રહેતી હોય છે. વર્ષ 2025-26માં 86 કરોડની ચૂકવણી પરિજનોને કરવામાં આવી છે. લોક અદાલતમાં અકસ્તાત વળતરના 875 કેસનો નિકાલ પાંચ લોક અદાલતમાં કરાયો છે. એડવોકેટ રહીમ શેખ કહે છે કે ઘણીવાર કેસ ચાલવામાં કોઇક કારણોસર મોડું થાય તેવા કેસમાં મરનારના પરિજનોને આર્થિક રીતે ઘણું જ સહન કરવુ પડે છે પરંતુ ઝડપી નિકાલ થવાથી સમગ્ર પરિવારની મદદ થાય છે. લોક અદાલત થકી ઝડપથી ન્યાય મેળવવામાં અને કેસના નિકાલમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે. ચેક બાઉન્સના 17 હજાર કેસનો નિકાલ કરાયો ચેક બાઉન્સના કેસોની વાત કરીએ તો કુલ 17,102 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 383.67 કરોડની વસુલાત પણ કરવામા આવી છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે સુરત રાજયની આર્થિક રાજધાની છે અને ચેક બાઉન્સ થતા અનેકોના રૂપિયા ફસાતા હોય છે. ઝડપી નિકાલ એક રીતે રાહત આપે છે. ઘરેલું વિવાદમાં 577 કેસનો નિકાલ કરવામાં આવ્યો એક વર્ષની પાંચ લોક અદાલતમાં વૈવાહિક વિવાદના કુલ 577 કેસનો નિકાલ કરવામા આવ્યો છે, જેમાં 89.48 કરોડની વસુલાત કરવામાં આવી છે. એડવોકેટ સ્વાતી મહેતા કહે છે કે ઘણીવાર સ્ત્રી સાથે અન્યાય થાય તેણે પતિનું ઘર છોડવું પડે ત્યારે જો તેને ભરણપોષણની રકમ સમયસર મળી જાય તો તે માતા-પિતા પર બોજ બનતી નથી. ઉપરાંત જો બાળક હોય તો તેને આ રકમ વધુ ઉપયોગી સાબિત થાય છે. અડધો ન્યાય ત્યારે જ મળી જાય છે.
    Click here to Read More
    Previous Article
    વિસ્કોસની નાણા-ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત:ડોમેસ્ટિક યાર્ન ગુણવત્તા હલકી, હાઈસ્પિડ મશીનમાં 25 ટકા પ્રોડક્શન લોસ થાય છે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:નેશનલ હાઇવે 48 પર કામરેજ–ચલથાણ સેક્શનનો 13 કિમી રોડ હવે 4 લેનથી 6 લેન બનશે, ટ્રાફિકજામ અને અકસ્માતો પણ ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment