Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:નેશનલ હાઇવે 48 પર કામરેજ–ચલથાણ સેક્શનનો 13 કિમી રોડ હવે 4 લેનથી 6 લેન બનશે, ટ્રાફિકજામ અને અકસ્માતો પણ ઘટશે

    2 days ago

    સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નેશનલ હાઈવે-48ના કામરેજ–ચલથાણ સેકશનને આખરે 17 વર્ષ બાદ 6 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. લગભગ 13.875 કિમી લાંબા આ મહત્વપૂર્ણ કોરિડોરના વિસ્તરણ અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. હાલ આ સેકશન માત્ર 4 લેનનું છે, જેને 2009માં જ 6 લેન બનવાનું હતું. આ કોરિડોર દેશના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક છે, જ્યાં ભારે પ્રમાણમાં કોમર્શિયલ ટ્રાફિક પસાર થાય છે. હાઈવે આસપાસ અનેક મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાને કારણે અહીં રોજ વાહનોનો દબાણ ખૂબ વધુ રહે છે. આંકડા મુજબ આ સેકશન પરથી દરરોજ અંદાજે 1.30 લાખ વાહનો પસાર થાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. પ્રોજેક્ટ હેઠળ હાલના 4 લેન કેરેજવેને 6 લેનમાં ફેરવવામાં આવશે અને બંને બાજુ સર્વિસ રોડ બનાવાશે. રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં 1થી 1.5 વર્ષ લાગશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ NH-48ના કામરેજ–ચલથાણના 13.875 કિમી સેકશનને 4થી 6 લેન તથા સર્વિસ રોડમાં બદલવાની જાહેરાત કરી છે, જેના કારણે રાહતની આશા જાગી છે. લાંબા સમયથી વાહનચાલકો આ માર્ગ પર જામ અને અકસ્માતોથી પરેશાન હતા. હવે ટ્રાફિકને અલગ કરવામાં મદદ મળશે. પરંતુ આ નિર્ણય 17 વર્ષની મોડાશીથી આવ્યો છે. 2009માં 90 હજાર વાહનોની ક્ષમતા માટે બનાવાયેલો હાઈવે હવે 1.5 લાખ પેસેન્જર કાર યુનિટ ટ્રાફિક સહન કરી રહ્યો છે. NHAIએ પણ વધતા ટ્રાફિકને અકસ્માતોનું કારણ ગણાવ્યું છે. હાઇવે 6 લેન થતાં બોટલનેક દૂર થશે, ચાલકોનો ડર ઓછો થશે ટ્રાફિકના સંદર્ભમાં ‘બોટલનેક’ તે ભાગને કહેવાય છે જ્યાં રસ્તો અચાનક સંકુચિત થઈ જાય અને વાહનોની અવરજવર અટકાય છે. જેમ સુરતમાં NH-48ના કામરેજ–ચલથાણ સેકશન પર છે. આગળ-પાછળ રસ્તો 6 લેનનો છે, પરંતુ વચ્ચેનો 13 કિમીનો ભાગ માત્ર 4 લેનનો છે. આ કારણે ઝડપી ગતિએ આવતો ભારે ટ્રાફિક આ સંકુચિત ભાગમાં અટવાઈ જાય છે, જેના કારણે લાંબા જામ સર્જાય છે. ખાસ કરીને કડોદરા અને કામરેજ જેવા એન્ટ્રી-એગ્ઝિટ પોઇન્ટ્સ પર દબાણ વધુ વધી જાય છે. રસ્તાની આ સ્થિતિને ‘બોટલનેક’ કહેવાય છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. ખાસ કરીને મોન્સૂનમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે, જ્યારે જામ 2થી 3 કલાક સુધી યથાવત રહેતો હતો. વરસાદની સીઝનમાં થતા ટ્રાફિકજામથી રાહત મળશે NH-48 પર ચલથાણથી કામરેજ વચ્ચેના 13 કિમી માર્ગને હવે 6 લેનમાં ફેરવવામાં આવશે. આથી ખાસ કરીને મોન્સૂન દરમિયાન થતા ભારે ટ્રાફિક જામથી રાહત મળશે અને અકસ્માતોમાં ઘટાડો થશે. ઉપરાંત આ સેકશનમાં 2 વ્હીકલ અંડરપાસ પણ બનાવાઈ રહ્યા છે, જેના કારણે NH-48 પરથી સુરત શહેરમાં એન્ટ્રી-એગ્ઝિટ વધુ સરળ બનશે. > સંજય યાદવ, પ્રોજેક્ટ ડિરેક્ટર, NHAI, સુરત યુનિટ
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:લોક અદાલત અકસ્માતમાં મોતને ભેટેલાના પરિજનોને 86 કરોડ ચૂકવાયા, ચેક બાઉન્સમાં રૂ. 384 કરોડના સમાધાન
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:હજીરાના સ્ટિલ પ્લાન્ટમાં છે દેશનો સૌથી લાંબો 27 કિમીનો કન્વેયર બેલ્ટ, જેટી પર જહાજ પાર્ક થાય ત્યાંથી રો-મટિરિયલ સીધું જ ફેક્ટરીમાં પહોંચે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment