Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા (મી.)માં પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા:કામ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પુત્રએ 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા, ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

    14 hours ago

    માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના? મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને એટલો હદે માઠો લાગી ગયો કે, તેણે માનવીય સંવેદનાઓ નેવે મૂકી પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા અને જીવલેણ ઘા મારી દેતાં જીવણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ આ લોહિયાળ ખેલ બાદ મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણી (ઉં.વ. 28)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ ઘટનાની જાણ થતા જ માળીયા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ભરતભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પિતાની હત્યા કરનાર આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મોટાભેલા ગામ સહિત સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પિતા-પુત્રના પવિત્ર સંબંધોને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓ જાગી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ:માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી, રહસ્ય વધુ ગૂંચવાયું
    Next Article
    સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા સેવા:વિશ્વ આરોગ્ય દિવસે જાગૃતિ અને તબીબી સારવાર અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment