Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ:માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી, રહસ્ય વધુ ગૂંચવાયું

    14 hours ago

    અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યાર બાદ તેના માતા-પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ બન્ને બાળકીઓમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા. આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે. ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    સોનું ₹1 હજાર ઘટીને ₹1.51 લાખ પર આવ્યું:ચાંદીની કિંમત ₹9 હજાર ઘટીને ₹2.35 લાખ થઈ, તમારા શહેરમાં સોનાના ભાવ જુઓ
    Next Article
    માળીયા (મી.)માં પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા:કામ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પુત્રએ 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા, ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment