Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીના ગોડથલ ગામે વન વિભાગના દરોડા:બે ટેમ્પોમાંથી 8.424 ઘનમીટર લાકડાનો જથ્થો જપ્ત કરાયો, રૂ. 2.35 લાખનું ખેરનું લાકડું ઝડપાયું

    14 hours ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગોડથલ ગામે વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. ગોડથલ ગામની સીમમાં ખેરના કિંમતી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગના અધિકારીઓને મળી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ગામમાં વોચ ગોઠવી શંકાસ્પદ વાહનો પર દરોડા પાડ્યા હતા. બે ટેમ્પોમાંથી 802 નંગ ખેરનું લાકડું મળ્યું વન વિભાગની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી બે ટેમ્પો કબજે કર્યા હતા. બંને વાહનોની તલાશી લેતા તેમાંથી અંદાજે 802 નંગ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા લાકડાનું માપ કરતા તેનો કુલ જથ્થો 8.424 ઘનમીટર હોવાનું સામે આવ્યું હતું. આ લાકડાની બજાર કિંમત અંદાજે રૂ. 2,35,872 આંકવામાં આવી છે. હેમલભાઈ પટેલનું નામ તપાસમાં સામે આવ્યું વન વિભાગે ગેરકાયદેસર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બંને ટેમ્પો સહિત ખેરના લાકડાનો સમગ્ર જથ્થો જપ્ત કરીને વન વિભાગની કચેરી ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આ પ્રકરણમાં ગોડથલ ગામના રહેવાસી હેમલભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કોણે કર્યું હતું, આ હેરાફેરીમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે અને લાકડાનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતમાં કિંમતી ખેરના લાકડાની ગેરકાયદેસર કટિંગ અને હેરાફેરી સામે વન વિભાગની આ કાર્યવાહીથી આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના 5 વાહન અધિકારીઓની બદલી કરાઈ:સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓનો સમાવેશ
    Next Article
    'લઘુમતીના ત્રાસથી બચવા બજરંગ દળ પાસે જતા છેડતી કરી':સરોજકુમાર શુક્લા અને તેના સાગરિતો હેરાન કરે છે, હું સુસાઈડ કરી લઈશ, પોલીસ ફરિયાદ લેતી નથીઃ પીડિતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment