Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડીપૂરના રૌદ્ર રૂપ વચ્ચે ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યુ ઓપરેશન:ગર્ભવતી મહિલા, બાળકો અને વૃદ્ધો સહિત 5થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

    11 hours ago

    સુરત શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે ખાડીઓ છલકાતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ભેદવાડ ખાડી અને મીઠી ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળતાં સ્થિતિ ગંભીર બની છે. ખાડીપૂરના આ સંકટ વચ્ચે સુરત ફાયર બ્રિગેડની ટીમો દેવદૂત બનીને સ્થાનિકોની વહારે આવી છે અને સતત રેસ્ક્યુ કામગીરી ચલાવી રહી છે. સગર્ભા મહિલા માટે ફાયર બ્રિગેડ 'દેવદૂત' બની પૂણા પાટિયાથી ડિંડોલી જતા માર્ગ પર આવેલી સત્યમનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સોસાયટીમાં એક સગર્ભા મહિલા ફસાઈ જતાં સ્વજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ભારે વરસાદ વચ્ચે ત્વરિત સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ સફળતાપૂર્વક અને અત્યંત સાવચેતીપૂર્વક સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ કરી તેમને સલામત અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ખાડીપુરના વિસ્તારોમાં 50થી વધુ લોકોનું સ્થળાંતર ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ફાયર બ્રિગેડ દ્વારા બોટ અને ખાસ સાધનોની મદદથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 50થી વધુ અસરગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. ભેદવાડ અને ક્રિષ્ના નગરમાં ટ્રેક્ટર તથા બોટ મારફતે બચાવ કામગીરી બીજી તરફ, ભેદવાડ ખાડી અને ક્રિષ્ના નગર વિસ્તારમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં પણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક કોર્પોરેટરોની ટીમે મોરચો સંભાળ્યો હતો. કોર્પોરેટરો દ્વારા ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભેદવાડ અને ક્રિષ્ના નગરમાંથી જ 30થી વધુ બાળકો અને વડીલોને સક્ષમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ સતત સ્ટેન્ડબાય મોડ પર શહેરમાં વરસાદી માહોલ અને ખાડીઓની જળસપાટી પર તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે ખોરાક અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા સાથે ફાયર વિભાગને સતત સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખાડીપુરમાં ફસાયેલા લોકોનો આક્રોશ:સારોલી અને કુંભારીયા ગામ બેટમાં ફેરવાયા, રાહત પેકેજના નામ પર બધાના મોઢા બંધ કરી દીધા
    Next Article
    કાનીયાડમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ:બોટાદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સરકારી શાળામાં આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment