Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરુષોત્તમ પીપળીયાએ કહ્યું- 'આજે હું બાબાના દરબારમાં જવાનો છું':29 વર્ષથી ગુમ મોહિલ ક્યાં છે તે ધીરેન્દ્ર શાસ્ત્રી બતાવી દે, ઘરની બહાર પોલીસ પહોંચી

    2 weeks ago

    રાજકોટના રેસકોર્સમાં ચાલી રહેલા બાબા બાગેશ્વરના કાર્યક્રમનો આજે ત્રીજો દિવસ છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શરૂ થયેલો વિવાદ આજે કથાના અંતિમ દિવસે પણ યથા્વત છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરનાર પુરુષોત્તમ પીપળીયાએ આજે બાબા બાગેશ્વરના દરબારમાં જવાની જાહેરાત કરી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં પીપળીયાએ જણાવ્યું હતું કે, મને બાબા બાગેશ્વરે ચેલેન્જ કરી છે એટલે હું આજે કાર્યક્રમમાં જવાનો છું. મારો એક જ સવાલ છે કે, રાજકોટમાં 29 વર્ષથી ગુમ મોહિલ ક્યાં છે? આ સવાલનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આપી દે. જોકે, હાલ પુરુષોત્તમ પીપળીયાના ઘરની બહાર પોલીસ પહોંચી ચૂકી છે. “કોઈ તબીબી ડિગ્રી વગર કેન્સર મટાડવાનો દાવો કરવો એ અંધશ્રદ્ધા” પરસોતમ પીપળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં બાબાના કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ વાસ્તવમાં ‘પ્રેત દરબાર’ છે." તેમણે ઉમેર્યું કે, કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ કે તબીબી ડિગ્રી વિના લોકોની ગંભીર બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાની ખાતરી આપવી કે આશીર્વાદ આપવા, તે સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય છે. તેમના મતે, સ્ટેજ પરથી લોકોના નામની ચિઠ્ઠીઓ અને ચબરખીઓ કાઢીને ભૂતકાળ કે ભવિષ્ય ભાખવું એ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ માત્ર એક જાદુગરીની સામાન્ય ટેકનિક છે. 29 વર્ષ જૂના ‘મોહિલ મોરધરા’ ગુમ કેસ મુદ્દે બાબાને પડકાર આજે રાત્રે 8 વાગ્યે બાબાના દરબારમાં રૂબરૂ જવાની જાહેરાત કરતા પરસોતમ પીપળીયાએ જણાવ્યું કે, "જો બાબા ખરેખર બધું જ જાણતા હોય અને અંતર્યામી હોય, તો મારો તેમને એક જ સવાલ રહેશે કે વર્ષ 1997માં રાજકોટમાંથી ગુમ થયેલો 26 વર્ષીય યુવક મોહિલ મોરધરા અત્યારે ક્યાં છે? તેનું અપહરણ કરનારા ગુનેગારો કોણ છે? તે બાબા પોતાની શક્તિથી જાહેર કરે." તેમણે સ્પષ્ટ કર્યું કે આ તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી, પરંતુ આ પ્રશ્ન સાથે રાજકોટની જનતાની શ્રદ્ધા, પ્રેમ અને વર્ષોનું દુઃખ જોડાયેલું છે. “કથા-હનુમાન ચાલીસાને આવકાર પણ અંધશ્રદ્ધા સામે કાયદાકીય પગલાં જરૂરી” આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના ‘બાબા અંધશ્રદ્ધા નથી ફેલાવતા’ એવા નિવેદન અંગે પીપળીયાએ જણાવ્યું કે, તે તેમનો અંગત મત હોઈ શકે છે અને લોકશાહીમાં સૌને અભિવ્યક્તિનો અધિકાર છે, પરંતુ આખરી નિર્ણય જનતાએ કરવાનો છે. તેમણે આંકડા ટાંકતા કહ્યું કે, અહીના દરબારમાં આખા સૌરાષ્ટ્રની 1 ટકા વસ્તી પણ આવતી નથી. લોકો હનુમાન ચાલીસા અને કથા સાંભળવા આવે છે જેને હું પણ આવકારું છું, પરંતુ ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવી યોગ્ય નથી. અંતમાં સરકારને અપીલ કરી હતી કે, દેશના બંધારણ અને વર્ષ 2024ના જાદુગરી વિરોધી કાયદા અંતર્ગત બાબા બાગેશ્વરને કાયદાના દાયરામાં લાવીને અંધશ્રદ્ધા ફેલાવતા રોકવા જોઈએ. આ ગંભીર ચેલેન્જ બાદ આજના દિવ્ય દરબારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    In a first, Maharashtra minister joins Operation Blue Star anniversary at Damdami Taksal
    Next Article
    કારચાલકે દુકાનદારને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત:કારના ડેશકેમ અને દુકાનના CCTVમાં કેદ થઈ અકસ્માતની ભયાનક ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment