Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લઘુમતીના ત્રાસથી બચવા બજરંગ દળ પાસે જતા છેડતી કરી':સરોજકુમાર શુક્લા અને તેના સાગરિતો હેરાન કરે છે, હું સુસાઈડ કરી લઈશ, પોલીસ ફરિયાદ લેતી નથીઃ પીડિતા

    17 hours ago

    લવ જેહાદ અને લઘુમતીઓના ત્રાસથી હિન્દુ યુવતી-મહિલાઓને બચાવવાના દાવો કરતા બજરંગ દળના નેતા-કાર્યકર્તાઓ સામે જ હિન્દુ યુવતીએ છેડતી અને ધમકી આપ્યાના ગંભીર આક્ષેપ કર્યા છે. આ મામલે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને હિન્દુ સામાજિક કાર્યકર તરીકે કામ કરતા પૂજાબા જાડેજાએ પીડિતાને સાથે રાખીને વટવા પોલીસ સ્ટેશનમાં રોજકુમાર શુક્લાની વિરુદ્ધમાં અરજી આપી છે. બજરંગ દળના નેતા સરોજકુમાર શક્લાએ જણાવ્યું કે, અમે યુવતીની મદદ કરવા ગયા હતા, આ તો ધર્મ કરતા ધાડ પડી જેવો બનાવ બન્યો છે. હું મદદ લેવા માટે બજરંગદળ પાસે ગઈ હતીઃ પીડિતા પીડિત યુવતીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, મને લઘુમતી સમાજના લોકો બહુ જ હેરાન કરતા હતા. હું પીડિત છું એટલે મદદ લેવા માટે બજરંગદળ પાસે ગઈ હતી. બજરંગદળના સરોજકુમાર શુક્લા અને તેમના સાથીઓ દ્વારા પણ તેને હેરાન કરવામાં આવી રહી છે. આ લોકોએ મારી છેડતી કરી. એ લોકોની માગ છે એ હું ન કરું તો મારા જીવને જોખમ છે. મને કઈ ખબર નથી પડતી. વધુમાં ઉમેર્યું કે, મારા ભાઈ સહિતના પરિવારને પણ મારવાની ધમકી આપે છે. મેં પોલીસને પણ જાણ કરી તો મારી ફરિયાદ નથી લેતા અને કોઈ નિરાકરણ નથી મળતું. સરોજકુમાર શુક્લા મોટો વ્યક્તિ એટલે પોલીસ પણ ફરિયાદ લેતી નથી. મારૂ કોઈ સાંભળતું નથી. મેં આપેલી અરજીનું પણ હજુ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. આપણામાં અને લઘુમતીઓમાં ફરક શું?: જાબા જાડેજા પીડિત યુવતીની મદદે આવેલા પૂજાબા જાડેજાએ જણાવ્યું કે, જય શ્રીરામ. હું લવ જેહાદ માટે છેલ્લા 5થી 7 વર્ષથી કામ કરું છું. બેન-દીકરીઓ ઘરેથી કે કોઈ પણ પીડામાં હોય છે અને અમારી જોડે આવે તો મદદ કરીએ છીએ. અમે સરોજકુમાર શુક્લાને વાત પણ કરી કે ભાઈ તમે આવું કર્યું છે, તો એ માને છે કે 'હા, મેં કર્યું છે. તો મેં એમને કહ્યું કે, તમે માફી માંગીને પૂરું કરો, તમારી ભૂલ છે. આપણે રક્ષક છીએ, હિન્દુત્વનું કામ કરીએ છીએ, જો આપણે આવું કરીએ તો આપણામાં અને લઘુમતીઓમાં ફરક શું? 'શુક્લાજીની ભૂલ છે અને શુક્લાજી આવા જ છે' સરોજકુમાર માફી માંગવા તૈયાર હતા. પછી આમાં નિમેષ શર્મા આવ્યા. નિમેષ શર્મા અમારા ઘરે આવીને બધું માની ગયા કે, શુક્લાજીની ભૂલ છે અને શુક્લાજી આવા જ છે. આની પહેલાં પણ બે-ત્રણ મહિલા જોડે આ બનાવ બની ચૂક્યા છે, એમના અધિકારીઓ પણ માને છે. પણ નિમેષભાઈનું કહેવું એવું છે કે, સરોજકુમારને પરિષદમાંથી કાઢીશું તો પરિષદ બદનામ થશે. એમની પરિષદ જો બદનામ થતી હોય તો આપણામાં અને લઘુમતીમાં ફરક શું? વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ સહિતના સંગઠનો હિન્દુત્વ અને છેદીકરીઓ માટે જ કામ કરે છે, તો આવી હલકી માનસિકતા વાળાને કાઢવાની ફરજ આપણી બને છે. આમાં કાયદાકીય એક્શન અને બેનની સેફ્ટી માટે અમે એવું કહ્યું છે કે, સરોજકુમાર શુક્લાનું રાજીનામું લ્યો અને બેનની સેફ્ટી માટે સરોજકુમાર શુક્લા પાસેથી એક લખાણ આપો કે આમને કંઈ પણ થશે તો જવાબદારી સરોજકુમાર શુક્લાની રહેશે. આ બેનની માફી માગો કેમ કે તમે એમની જોડે ખોટું કર્યું છે. આમાં સંગઠનના લોકોનું કહેવું છે કે, માફી માંગવાની થતી નથી. બીજું કોઈ રાજીનામું નહીં આપે અને કોઈ લેખિતમાં નહીં આપે. પણ આજે અમે લેખિતમાં ન લઈએ અને કાલે આ બેનને અથવા એવિડન્સ આપનારની સેફ્ટીની જવાબદારી કોની રહેશે? હવે પરિષદથી તો ઓછી આશા રહી છે, એટલે હું અહીંના ગુજરાતના રાજકીય જેટલા પણ નેતાઓ છે અથવા સમાજના આગેવાનો છે જે હિન્દુત્વ માટે કામ કરે છે, એમનાથી એવી આશા રાખું છું કે આપણે દીકરીને ન્યાય અપાવશું.
    Click here to Read More
    Previous Article
    ચીખલીના ગોડથલ ગામે વન વિભાગના દરોડા:બે ટેમ્પોમાંથી 8.424 ઘનમીટર લાકડાનો જથ્થો જપ્ત કરાયો, રૂ. 2.35 લાખનું ખેરનું લાકડું ઝડપાયું
    Next Article
    Stricter Pollution Curbs Under GRAP-III Imposed In Delhi-NCR Ahead Of Diwali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment