Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામવાસીઓને જળબંબાકાર અને ગટરની સમસ્યામાંથી મુક્તિ:કલેક્ટર દ્વારા આધુનિક સીવેજ પ્લાન્ટ અને વરસાદી લાઇન નાખવા ઔડાને 8320 ચોરસ મીટર જમીન ફળવાઇ

    8 hours ago

    ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના નાગરિકોને આધુનિક શહેરી સુવિધાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દહેગામ શહેરમાં વર્ષો જૂની ગટર વ્યવસ્થામાં વ્યાપક સુધારો કરવા અને ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાને જડમૂળથી ડામવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા કરોડોના લોકઉપયોગી પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ ભગીરથ આયોજનના ભાગરૂપે કલેક્ટર તંત્ર દ્વારા ઔડા (AUDA)ને 8320 ચોરસ મીટર સરકારી જમીનની ફાળવણી સત્તાવાર રીતે મંજૂર કરી દેવામાં આવી છે. જમીનનો કબજો AUDAને સોંપવાનો આદેશ કરાયો તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ દહેગામના સર્વે અને બ્લોક નંબર 191 પૈકીની અંદાજે 8320 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), અદ્યતન સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ સિસ્ટમ પ્રોજેક્ટના નિર્માણ માટે ફાળવવામાં આવી છે. આ કિંમતી જમીનનો કબજો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ને સોંપવાનો આદેશ કરાયો છે, જે આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરીનું સીધું સંચાલન અને સુપરવિઝન કરશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સ્થાનિક રહીશો દ્વારા આ વિસ્તારમાં આધુનિક ગટર લાઇન અને ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેનો હવે સુખદ અંત આવ્યો છે. દર ચોમાસે સર્જાતી પાણી ભરાવની સમસ્યાથી રાહત મળશે આ મહાકાય પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ દહેગામ શહેરમાંથી નીકળતા ગંદા પાણીનો અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો શક્ય બનશે, જેના કારણે પ્રદૂષણ અને રોગચાળો ફેલાતો અટકશે. આ ઉપરાંત, શહેરમાં નવી નાખવામાં આવનારી સ્ટોર્મ વોટર લાઇન ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી વહનમાં આશીર્વાદરૂપ સાબિત થશે. વહીવટી તંત્રના આ નિર્ણયના કારણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના રહીશોને દર ચોમાસે સર્જાતી પાણી ભરાવની મોટી આફતમાંથી કાયમી છુટકારો મળશે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આધુનિક સિસ્ટમ કાર્યરત થવાથી સમગ્ર દહેગામ વિસ્તારની સ્વચ્છતા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળશે. આ પ્રોજેક્ટ માત્ર ગટર કે પાણીના નિકાલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આગામી સમયમાં દહેગામના નાગરિકોને વૈશ્વિક સ્તરની સુવિધાયુક્ત અને સ્માર્ટ શહેરી લાઈફસ્ટાઈલ પૂરી પાડવામાં એક મજબૂત પાયાનો પથ્થર સાબિત થશે. વહીવટી તંત્રના આ હકારાત્મક અને પ્રજાલક્ષી અભિગમને પગલે સ્થાનિક વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: નિજ્જરને લોરેન્સે ટપકાવ્યો:FBI અને કેનેડાની પોલીસનો ધડાકો, અમદાવાદની સાબરમતી જેલમાંથી ખેલ પાડ્યો, ભારત વિરોધી ટ્રૂડો ભોંઠા પડ્યા
    Next Article
    સામાજિક ન્યાય સમિતિની નિમણૂકે સર્જ્યો રાજકીય મહાસંગ્રામ:ભેંસાણમાં સામાજિક ન્યાય સમિતિની નિમણૂક મુદ્દે ભારે આક્રોશ; બંધારણીય નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે 'આપ' અને 'ભાજપ' સામસામે, તાળાબંધીની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment