Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘માવતર સંસ્થા’ દ્વારા વડીલો માટે ગરબા મહોત્સવ યોજાયો:“અહીં સાક્ષાત સ્વર્ગનો અનુભવ થાય છે” માવતર સંસ્થાના ગરબા મહોત્સવમાં 82 વર્ષીય પ્રભાવતીબેનનો ઉત્સાહ, 60 થી 90 વર્ષના મોભીઓએ એસી હોલમાં મન મૂકીને રાસ લીઘા

    1 day ago

    વડીલોના ગરબામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, SP ડો. નિતેશ પાંડેય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ભાવનગર શહેરમાં પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની આગેવાની હેઠળ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘માવતર સંસ્થા’ દ્વારા વડીલો માટે ખાસ ગરબા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો પરંપરાગત રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને ઉત્સાહભેર જોડાયા હતા. છેલ્લા 25 વર્ષથી ચાલતી અનોખી પરંપરા આ પ્રસંગે વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી માવતર સંસ્થા દ્વારા વડીલો માટે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેની વડીલો આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે, અગાઉ આ આયોજન ખુલ્લા મેદાનમાં કરવામાં આવતું હતું, પરંતુ વરસાદ અને વાવાઝોડાની અનિશ્ચિતતા તેમજ વડીલો ખુલ્લા પગે રમતા હોવાથી કાંકરી કે પથ્થર ન વાગે તે હેતુથી આ વર્ષે પ્રથમ વખત સુવિધાસભર એસી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોના કરચલીવાળા ચહેરા પરનું હાસ્ય જ તેમના માટે મોટામાં મોટો એવોર્ડ છે. સુવિધાઓ અને સુરક્ષાનું ખાસ ધ્યાન આયોજકો દ્વારા વડીલોની સગવડતા માટે અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં વડીલોને કાર્યક્રમ સ્થળે લાવવા-લઈ જવા માટે PM e-Busની ટિકિટ ખરીદીને એસી બસ સેવા પૂરી પાડવામાં આવી હતી., ગરબા રમતી વખતે કોઈ વડીલની તબિયત ન બગડે તે માટે એમ્બ્યુલન્સ, ECG મશીન અને ફિઝિશિયન ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે તૈનાત રખાઈ હતી., ઉત્સાહ વધારવા ડીજે સિસ્ટમ, છત્રી જેવા રમત-ગમતના સાધનો, આરામદાયક બેઠક વ્યવસ્થા, તાજગીભર્યો નાસ્તો અને પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. 90 વર્ષ સુધીના વડીલોમાં યુવાની જેવો ઉત્સાહ આ ગરબામાં 60 થી લઈને 90 વર્ષ સુધીના વડીલોએ ભાગ લીધો હતો. 65 વર્ષીય દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અમે 30-35 વર્ષ નોકરી-ધંધો જ કર્યો, પરંતુ આ સ્ટેજ પર આવીને અમને અનોખો નિજાનંદ મળે છે. જ્યારે 82 વર્ષીય પ્રભાવતીબેન રાજપુરાએ ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું દર વર્ષે ખાસ ડ્રેસ પહેરીને તૈયાર થઈને આવું છું. અહીં આવીને બધા વડીલોના દર્શન થાય છે ત્યારે જાણે સાક્ષાત સ્વર્ગમાં હોઉં તેવો અનુભવ થાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિ આ ગરબા મહોત્સવમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, ભાવનગરના એસપી ડો. નિતેશ પાંડેય સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર વડીલોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા વેશભૂષા એવોર્ડ અને સન્માન કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    IND-WIની પાંચમી T20માં 9-9 ઓવરની મેચ રમાશે:વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને બોલિંગ લીધી, ભુવનેશ્વર કુમારનું 4 વર્ષ બાદ કમબેક; વૈભવ સૂર્યવંશી રમી રહ્યો નથી
    Next Article
    ફરજમાં બેદરકારી બદલ ભાવનગરના 2 PSI સસ્પેન્ડ:NDPS કેસમાં બેદરકારી અને કામગીરીમાં ક્ષતિ બદલે SPની કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment