Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરજમાં બેદરકારી બદલ ભાવનગરના 2 PSI સસ્પેન્ડ:NDPS કેસમાં બેદરકારી અને કામગીરીમાં ક્ષતિ બદલે SPની કડક કાર્યવાહી

    1 day ago

    ભાવનગર જિલ્લા પોલીસવડા નીતીશ પાંડે દ્વારા બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એ.વી. સિંગલ અને ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ગણેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન બંને અધિકારીઓની કામગીરીમાં ક્ષતિ અથવા બેદરકારી જણાતાં આ પગલાં લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી આ અંગે મળતી માહિતી મુજબ PSI એ.વી. સિંગલ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેમની કામગીરીની તપાસ દરમિયાન ક્ષતિ જણાતાં SP નીતીશ પાંડે દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ PSI ગણેશ પરમાર અગાઉ ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે સમયગાળા દરમિયાન NDPS સંબંધિત ગુનાની કામગીરીમાં બેદરકારી જણાતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગણેશ પરમાર છેલ્લા બે મહિનાથી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, એકસાથે બે PSI સામે થયેલી આ કાર્યવાહીથી ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અધિકારીઓની કામગીરીમાં ક્ષતિ કે બેદરકારી સામે આવતાં પોલીસવડા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે..
    Click here to Read More
    Previous Article
    ‘માવતર સંસ્થા’ દ્વારા વડીલો માટે ગરબા મહોત્સવ યોજાયો:“અહીં સાક્ષાત સ્વર્ગનો અનુભવ થાય છે” માવતર સંસ્થાના ગરબા મહોત્સવમાં 82 વર્ષીય પ્રભાવતીબેનનો ઉત્સાહ, 60 થી 90 વર્ષના મોભીઓએ એસી હોલમાં મન મૂકીને રાસ લીઘા
    Next Article
    મોરબીમાં બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા આગ લાગી:શટર બંધ હોવા છતાં ધુમાડા નીકળ્યા, ફાયર ટીમે લોક તોડી આગ બુઝાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment