Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-WIની પાંચમી T20માં 9-9 ઓવરની મેચ રમાશે:વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને બોલિંગ લીધી, ભુવનેશ્વર કુમારનું 4 વર્ષ બાદ કમબેક; વૈભવ સૂર્યવંશી રમી રહ્યો નથી

    1 day ago

    ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પાંચમી T-20 મેચ રમાઈ રહી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદને કારણે સાંજે 6 વાગ્યે શરૂ થનારી મેચ અઢી કલાક મોડી એટલે કે રાત્રે 9 વાગ્યે શરૂ થઈ. વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ 9-9 ઓવરની રમાશે. ભારતે પ્લેઇંગ-XIમાં બે ફેરફાર કર્યા છે. ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ વાપસી થઈ છે. શિવમ દુબે પણ રમી રહ્યા છે. જ્યારે ફરી એકવાર વૈભવ સૂર્યવંશીને તક મળી નથી. સિરીઝ 2-2થી બરાબર છે. ભારતે પ્રથમ અને ત્રીજી મેચ જીતી હતી. જ્યારે વેસ્ટઇન્ડિઝને બીજી અને ચોથી T-20માં જીત મળી હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મયંક યાદવ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Air India, AI Express Cancel Saudi Arabia Flights Till Oct 24 Over Escalating Mideast Tensions
    Next Article
    ‘માવતર સંસ્થા’ દ્વારા વડીલો માટે ગરબા મહોત્સવ યોજાયો:“અહીં સાક્ષાત સ્વર્ગનો અનુભવ થાય છે” માવતર સંસ્થાના ગરબા મહોત્સવમાં 82 વર્ષીય પ્રભાવતીબેનનો ઉત્સાહ, 60 થી 90 વર્ષના મોભીઓએ એસી હોલમાં મન મૂકીને રાસ લીઘા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment