Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ એન્જિનિયરનો અનોખો શોખ:વિશ્વભરના 82 દેશોની 1ની નોટનો અનોખો સંગ્રહ કરી નામના મેળવી, વિદેશમાં રહેતા મિત્રોની મદદથી વિશ્વભરની ચલણી નોટોનો સંગ્રહ કર્યો

    6 days ago

    વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાનો એક વિચાર આજે વિશ્વવ્યાપી ચલણી નોટનો સંગ્રહમાં પરિવર્તિત કર્યો છે. તેમણે વિશ્વના 82 દેશોની '1'ની નોટોનો વિશિષ્ટ સંગ્રહ તૈયાર કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ ઓસેનિયા ખંડના દેશોનો સમાવેશ થાય છે. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધી આ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ સામેલ છે જે હવે અસ્તિત્વમાં નથી અથવા વિલીન થઈ ગયા છે. નાની ઉંમરથી જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમને તેમના પિતા પાસેથી મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન વડોદરામાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને અપનાવ્યો અને તેને નોટને સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી તેમણે આ અનોખી '1'ની નોટોની કલેક્શન શરૂ કરી હતી. ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈ ફૈઝલ માટે '1'નો આંકડો ખૂબ જ પ્રતીકાત્મક છે, કારણ કે તે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૂઆતને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક ફુગાવા અને ડિજિટલ પેમેન્ટ્સના વધતા વપરાશને કારણે '1'ની નોટો ધીરે-ધીરે વિશ્વભરમાં અસ્તિત્વમાંથી લુપ્ત થઈ રહી છે. નેપાળ, જાપાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈ છે. આ કારણે તેમના સંગ્રહનું મૂલ્ય વધુ વધી ગયું છે. તેમના સંગ્રહની વિશેષતા એ છે કે, તેમાં કતારની ફિફા વર્લ્ડ કપ સ્મારક નોટ, સાઉદી અરેબિયાની G-20 સમિટ નોટ અને ફિજીની અનોખી 7 ડોલરની નોટ જેવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ નોટો સામેલ છે. ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે ફૈઝલે ઉમેર્યું હતું કે, સૌથી નાની ચલણી નોટ પણ એક દેશના આર્થિક પાયા અને તેના લોકોના જીવનને પ્રતિબિંબિત કરે છે. હવે તેઓ આ સંગ્રહને પ્રદર્શિત કરીને નાગરિકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગે છે કે, નાનામાં નાની વસ્તુ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે. સંગ્રહ ઉપરાંત, ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે અને સરકારી વિભાગોમાં ખાનગી કન્સલ્ટન્ટ તરીકે પણ સેવાઓ આપે છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીને 20 વર્ષની કેદની સજા:પ્રિન્સિપાલે સગીરાનો જમા લઈ લીધેલ મોબાઈલ અપાવવાનું કહી અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું
    Next Article
    જામનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી, 62 વર્ષથી અખંડ રામધૂન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment